ધંધો ઠપ્પ થઇ જતા બે યુવકોએ ગાંજો વહેચવાનું શરુ કર્યુ, ગાંજો લાવવા એવો કીમિયો અપનાવ્યો કે… જાણીને પોલીસ પણ ગોટે ચડી 

Published on: 7:34 pm, Wed, 16 June 21

આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં દારૂ તેમજ ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી થતી હોય છે. રાજકોટમાં તાજેતરમાં આવેલા કોરોના કર્ફ્યૂએ કેટલા લોકોને ફરી રોજગારીથી વંચિત કર્યા હતા. જોકે, એના અર્થ એ તો બિલકુલ નથી કે બેરોજગારીના નામે અપરાધ કરવામાં આવે. કઈક આવી જ ઘટના રાજકોટ પોલીસના ધ્યાને આવી છે. જેમાં એક્ટિવામાં રાખેલા ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા યુવકો દ્વારા પોલીસ સામે ચોંકાવનારી કબૂલાતો કરવામાં આવી છે. આ શખ્સોએ પોલીસને જણાવ્યું કે, તેમના પૈકીનો એક ફ્રૂટની લારી ચલાવતો હતો જ્યારે એક ચકરડી રાખતો હતો.

ધંધો ઠપ થઈ જતા તેઓ ગાંજો વેચવાના રવાડે ચઢ્યા હતા. રાજકોટ શહેર એસઓજીની ટીમ દ્વારા ફરી વખત ગાંજો પકડી પાડવામાં આવ્યો છે. એસઓજીની ટીને શહેરના કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમથી પેડક રોડ તરફ જતાં ન્યુ આશ્રમ રોડ પર ગાયત્રી આર્ટ એન્ડ ગ્રાફિક નામની દૂકાન નજીક રોડ પરથી જીજે-03-KM-0076 નંબરના એકટીવામાં ગાંજો રાખીને નીકળેલા તાહિર સલાઉદ્દિન મુંજાવર તથા બીલાલ સલિમભાઇ મેતરને 6150 રૂપિયાનો 615 ગ્રામ ગાંજા સાથે પકડી લઇ કુલ રૂપિયા 31150નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

SOGના મહમદઅઝહરૂદ્દીન બુખારી અને અનિલસિંહ ગોહિલની બાતમી પરથી પીઆઇ આર.વાય.રાવલની સૂચના હેઠળ પીએસઆઇ એમ.એસ.અંસારી, કોન્સ.અનિલસિંહ ગોહિલ, પેરોલ ફરલોના એએસઆઇ ઝહીરખાન ખફીફ, નિખીલ પીરોજીયા, હિતેષભાઇ પરમાર, ડ્રાઇવર કૃષ્ણસિંહ જાડેજા, કોન્સ. સોનાબેન મુળીયાએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી.બસીયા દ્વારા નારકોટીકસ પદાર્થનું વેંચાણ કરનારાઓને શોધી કાઢવા સુચના આપવામાં આવી હોવાથી તે અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી.

બંને આરોપીને બી-ડિવીઝન પોલીસને સોંપી દેવાતા પીઆઇ એમ.બી.ઓૈસુરા, રશ્મીનભાઇ પટેલ અને ડી.સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, તાહિર રણછોડનગરમાં પારૂલ બગીચામાં ચકરડી રાખી ધંધો કરે છે. ઉપરાંત બિલાલ હેમુ ગઢવી હોલ પાસે છકડો રાખી ફ્રુટનો ધંધો કરે છે. લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઇ ગયો હોવાથી બંને દ્વારા પૈસા કમાવવા ગાંજો વેંચવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને લાવ્યા હતાં પણ ગ્રાહક શોધે એ પહેલા પોલીસ દ્વારા બંનેને શોધી લેવામાં આવ્યા હતાં.

બંને ગાંજો કયાંથી લાવ્યા એ સહિતના મુદ્દે તપાસ કરવાની હોવાથી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, અગાવ પણ શહેર એસઓજી દ્વારા ગાંજાના જથ્થા સાથે અલગ અલગ લોકોને પકડી પાડવામાં આવતા હતા. આ દરમિયાન વધુ બે લોકોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.