PSI બનવાની તૈયારી કરી રહેલ રાજકોટનો નવયુવાન જિંદગીની રમત હાર્યો: રનિંગ દરમિયાન હ્રદયમાં તકલીફ થતા ભેટયું મોત

રાજકોટ (ગુજરાત): ગુજરાત (Gujarat) માં આવેલ રાજકોટ (Rajkot) માં આજે સવારમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા 24 વર્ષનાં ભાવેશ મકવાણાનું રનિંગ વખતે…

રાજકોટ (ગુજરાત): ગુજરાત (Gujarat) માં આવેલ રાજકોટ (Rajkot) માં આજે સવારમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા 24 વર્ષનાં ભાવેશ મકવાણાનું રનિંગ વખતે હૃદય બેસી જતા ઘટનાસ્થળ (On the Spot) પર જ મોત થયું હતું. જયારે PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિમીમાં દોડ પુર્ણ કરવા માટે ભાવેશ તૈયારી કરતો હતો.

જયારે PSI બને એના પહેલા જ તેને કાળ ભરખી ગયો હતો. મૃતકના પરિવારને આ બનાવની જાણ થતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું. આ યુવાન જિંદગીની રમત હારી જતા સમગ્ર પંથક સહિત પરિવારજનોમાં પણ દુઃખનો માહોલ ફરી વળ્યો હતો.

ખુબ ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટેની પ્રેક્ટિસ:
શહેરમાં આવેલ પોપટપરા વિસ્તારમાં રહેતા તેમજ PSIની તૈયારી કરતા ભાવેશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના 100થી વધારે મિત્રો પહોંચ્યા હતા. મિત્રોના મત પ્રમાણે ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો.

આની સાથે જ ખુબ ઓછી મિનિટોમાં વધારે રાઉન્ડ પુર્ણ કરવા માટે ભાવેશ વધારે સ્પીડમાં રનિંગ કરતો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા તેમજ કલ્પાંત ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.

2 વર્ષ અગાઉ PSIની તાલીમ કરતા યુવાનનું થયું મોત:
અહીં નોંધનીય છે કે, આજથી 2 વર્ષ અગાઉ આ જ રીતે જૂનાગઢમાં આવેલ બિલખા રોડ પરની રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં PSIની તાલીમ લઇ રહેલ મૂળ નડીયાદનાં વતની યુવાનનું પણ મહાનગર પાલિકા સંચાલીત સ્વીમીંગ પૂલમાં તરવાની તાલીમ દરમ્યાન ડૂબવાથી કરુણ મોત નીપજ્યું હતું.

આ રીતે અનેકવિધ અગમ્ય કારણોસર મોટાભાગના યુવાનોના મોત થતી હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે દેશ તથા રાજ્યને આવા પ્રતિભાશાળી યુવાનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. આવા નવયુવાનો દેશનું ઉજ્જવળ ભવિષ્ય રહેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *