બે વર્ષની દીકરીની નજર સામે મોતને ભેટી આ જાણીતી અભિનેત્રી- આ કારણે પતિએ જ જાહેરમાં ધરબી ગોળી

હજુ તો તુનિષા શર્મા(Tunisha Sharma) સુસાઇડ કેસ શાંત પડ્યો નથી, ત્યાં વધુ એક અભિનેત્રીની હત્યા થઈ હોવાના સમાચાર મળી આવ્યા છે. જેમાં બુધવારના રોજ ઝારખંડ…

હજુ તો તુનિષા શર્મા(Tunisha Sharma) સુસાઇડ કેસ શાંત પડ્યો નથી, ત્યાં વધુ એક અભિનેત્રીની હત્યા થઈ હોવાના સમાચાર મળી આવ્યા છે. જેમાં બુધવારના રોજ ઝારખંડ (Jharkhand)ની જાણીતી અભિનેત્રી રીયા કુમારી(Rhea Kumari) ઉર્ફે ઈશા પર જાહેરમાં ગોળી ચલાવવામાં આવી હતી. જેને પગલે રિયા કુમારીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી રિયા કુમારીનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના પતિ જ લીધો છે.

મળતી માહિતી અનુસાર, ડાયરેક્ટર પ્રકાશ અને અભિનેત્રી રીયાએ પ્રેમ લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં તો પ્રકાશે રિયાને અપનાવવાની ના પાડી દીધી હતી. ત્યાર પછી આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ બંને લગ્ન કર્યા હતા. ત્યારે લગ્ન બાદ બંને રાંચીના એક પ્લેટમાં સાથે રહેતા હતા. તેમજ લગ્નજીવનથી રીયાને એક બે વર્ષની બાળકી પણ છે.

આ દરમિયાન એક દિવસ અભિનેત્રી રિયા કુમારી તેના પતિ પ્રકાશ અને બે વર્ષની દીકરી સાથે કારમાં કોલકાતા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અધવચ્ચે પ્રકાશે કાર રોકી હતી. આ અંગે પ્રકાશના નિવેદન અનુસાર, કેટલાક લુટેરાઓ ત્યાં આવ્યા હતા અને તેની સાથે થયેલી ઝપાઝપીમાં લુટેરાઓએ ફાયરિંગ કર્યું હતું. ત્યારે રિયાને ગોળી વાગી હતી. જેને પગલે રીયાનું મૃત્યુ નીપજ્યું હતું. આ પછી તેના પતિએ પોલીસને લૂંટફાટની કહાની જણાવી હતી.

પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રકાશ એ જ રિયા પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો છે. હજુ સુધી રિયાના મૃત્યુનું સાચું કારણ સામે આવ્યું નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને રિયાના જીવ લેવાનો પેલી શંકા તેના પતિ ઉપર જાય છે. તેમજ અભિનેત્રીના પરિવારની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તેના પતિ ડાયરેક્ટર પ્રકાશ અલબેલાની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, અભિનેત્રીનો પતિ વારંવાર પોતાના નિવેદન બદલી રહ્યો છે. તેથી પોલીસ આજ રોજ તેને કોર્ટમાં રજૂ કરશે. દુ:ખદ બાબત તો એ છે કે, અભિનેત્રી રીયા કુમારીના મૃત્યુના કારણે બે વર્ષની નાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ સવારે હાવડામાં નેશનલ હાઈવે 16 પર બની હતી. સમગ્ર ઘટનાને લઈને કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *