પાંચ વર્ષે તૂટી કિંજલ દવે અને પવન જોષીની સગાઇ- કારણ માત્ર એટલું હતું કે…

‘ચાર ચાર બંગડી’ ગીતથી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત થયેલ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે(kinjal dave)ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. કિંજલ પોતાના મ્યૂઝિક આલ્બમને લઈને…

‘ચાર ચાર બંગડી’ ગીતથી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત થયેલ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે(kinjal dave)ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. કિંજલ પોતાના મ્યૂઝિક આલ્બમને લઈને ચર્ચામાં રહે છે. દેખાવમાં સુંદર અને કિંજલના અવાજ પાછળ લાખો લોકો ગાંડા-ઘેલા બને છે. ત્યારે પાંચ વર્ષ પહેલા કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના દુખદ સમાચારા ખુબ જ ઝડપથી ફેલાય રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, સાટા પદ્ધતિથી કિંજલ દવે અને તેના ભાઈ આકાશ દવેની સગાઈ થઈ હતી. કિંજલના ફિયોન્સ પવન જોશીની બહેન સાથે આકાશ દવે સગાઈ કરવામાં આવી હતી. ત્યારે હવે 5 વર્ષ બાદ પવન જોશીની બહેન આકાશને મુકીને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જેના કારણે કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે.

પાંચ વર્ષ પહેલા ચાહકોની આવી લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે.

કિંજલ દવેએ પાંચ વર્ષ દરમિયાન ફિયાન્સ પવન જોશી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિયાન્સની તમામ તસવીરો હટાવી દીધી. એટલુ જ નહિ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ કર્યા હોવાની માહિતી સામે આવી છે.

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. બાદથી કિંજલ દવેનો સિતારો બુલંદ નીકળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *