સોનું સુદને કોઈએ કહ્યું “મને માલદીવ પહોંચાડી દો” – સોનુંએ એવું કરી બતાવ્યું કે…

બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ છે. લોકડાઉનમાં દરમિયાન તે લોકોને ઘણી વખત મદદ કરી રહ્યો છે. મદદ માંગનારા હાલ પણ આ અભિનેતાની પાસે મદદ માંગે છે. સોશિયલ મીડિયાથી મદદ માંગનારાઓને રિપ્લાય પણ કરે છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેમની પાસે અમુક વાર એવી મદદ માંગી લે છે. તેના રિપ્લાયમાં સોનૂ પણ ખુબ જ મજેદાર રિપ્લાય કરે છે. અત્યારે જ એક વ્યક્તિએ સોનૂની પાસે અજીબો ગરીબ માંગણી કરી હતી. જેનો અભિનેતા એ એવો જવાબ આપ્યો કે, તે કશું કેવા લાયક જ રહ્યો નહિ.

એક યૂઝરે સોનૂને ટેગ દ્વારા ટ્વિટ કર્યું હતું કે, ‘સર મને માલદીવ્સ જવું છે પહોંચાડી દો ને..’ આનાં રીપ્લાયમાં સોનૂએ લખ્યું છે કે, ‘સાઇકલ પર જશો કે રિક્ષાથી ભાઇ’ સોશિયલ મીડિયામાં સોનૂની ટ્વિટ લોકો બહુ જ પસંદ કરે છે તેમજ  લાઇક પણ આપે છે.

આ વાંચ્યા પછી યુઝરનું હસવું રોકાતું નથી. સોશિયલ મીડિયામાં એક યૂઝર દ્વારા લખવામાં આવ્યું છે કે, ‘તેમના માટે પ્રાઇવેટ જેટ ખરીદી આપો. આવનારા દિવસોમાં કોઇ મંગળ ગ્રહ ઉપર પહોંચવા માટે રોકેટની માંગણી કરશે.’ તો બીજા એક યૂઝરે તેના જવાબમાં લખ્યુ છે કે, ‘તેનાં માટે બળદગાડી સારી રહેશે.’

આ અગાઉ સોનૂ એક ફેનને મળવા માટે ખુબ જ સારી શરત રાખી. યુઝરે ટ્વિટ કર્યું હતું કે, ‘સોનૂ સૂદ સર, હું આપનો બહુ મોટો ફેન છું, પરંતુ મારી તમારી સાથે મુલાકાત નહીં થાય. હું એ જાણું છું, કદાચ હું આપને ક્યારેય નહીં મળી શકું. પણ એક વાર કહીં દો કે મુલાકાત થશે.’ આ ટ્વિટનાં રીપ્લયમાં સોનૂ લખે છે કે, જરૂરથી મળીશ, જો આપ જે લીંબુ પાણી પીઓ છો તે મારા માટે લઇને આવો.’

તમને જણાવી દઇએ કે, બિહાર રાજ્યની ચૂંટણી વિશે હાલમાં જ સોનૂ ટ્વિટ કર્યું હતું તેમજ સાધારણ જનતાને દિમાગ લગાવીને વોટ કરવા માટે અપિલ કરી હતી. સોનૂએ બિહાર રાજ્યની વિધાનસભા ચૂંટણી વિશે કરેલી આ ટ્વિટ બહુ જ ચર્ચામાં રહી હતી. સોનૂ સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે. તેમજ તેમનાં ફેન્સની સાથે પણ જોડાયેલો રહે છે. આની સાથે જ સોનૂએ કેટલાક મુદ્દાઓ પર નિસંકોચ રીતે તેમનો મત મુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *