T20 વર્લ્ડ કપ 2022 ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ગુરુવારે (10 નવેમ્બર) એડિલેડ મેદાન પર રમાશે. આ મહત્વપૂર્ણ મેચ માટે અમ્પાયરોના નામની જાહેરાત કરવામાં આવી છે. કુમાર ધર્મસેના અને પોલ રીફેલને ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્રીજા અમ્પાયર તરીકે ક્રિસ ગેફની, ચોથા અમ્પાયર તરીકે રોડ ટકર અને મેચ રેફરી તરીકે ડેવિડ બૂન.
Kumar Dharmasena HAHAHAHAH. lets make england win this one now??? https://t.co/pPMp3tybYu
— momina ?? (@theobsessedbear) November 7, 2022
આ મોટી મેચ પહેલા અને અમ્પાયરોના નામ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. વાસ્તવમાં કુમાર ધર્મસેનાનું નામ જોઈને ક્રિકેટ ચાહકોમાં ભારતીય ટીમની ચિંતા ઘણી વધી ગઈ છે. તેનું એક માત્ર કારણ છે કે, કુમાર ધર્મસેના આ પહેલા અનેકવાર વિવાદોમાં ફસાઈ ચુક્યા છે.
Another ill legal trophy loading for England
— ?????. ? (@RofiedAsim) November 7, 2022
આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા, ટ્વિટર પર ઘણા ચાહકોએ કુમાર ધર્મસેનાને ટ્રોલ કર્યા. એક યુઝરે કુમાર ધર્મસેનાને પક્ષપાતી અમ્પાયર ગણાવ્યા. તે જ સમયે અન્ય એક યુઝરે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે ‘હવે ઈંગ્લેન્ડની ટીમ સરળતાથી સેમીફાઈનલ જીતી જશે, સંદર્ભ = કુમાર ધર્મસેના.’ ચાહકો તરફથી આવી ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
Kumar Dharmasena ? pic.twitter.com/fofhQLsnKS
— Kajal (@VKfanKajal) November 7, 2022
વિવાદાસ્પદ નિર્ણયોને કારણે થયા છે ટ્રોલ:
વર્ષ 2019માં ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન કુમાર ધર્મસેનાએ ખૂબ જ વિવાદાસ્પદ નિર્ણય આપ્યો હતો, જેની કિંમત કીવી ટીમને ખિતાબ ગુમાવીને ચૂકવવી પડી હતી. આ સિવાય કુમાર ધર્મસેનાએ ભૂતકાળમાં ઘણીવાર ખરાબ નિર્ણયો લીધા છે, જેના કારણે ચાહકોએ તેમને ખૂબ ટ્રોલ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.