એક દિવસીય ક્રિકેટ મેચમાં આ દેશે રચ્યો ઈતિહાસ- 50 ઓવરમાં જીંકી દીધા 498 રન!

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ (England Cricket Team) એ નેધરલેન્ડ (Netherland Cricket) સામેની પ્રથમ વનડેમાં ઈતિહાસ રચ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 498 રન બનાવ્યા. જે ODI…

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ (England Cricket Team) એ નેધરલેન્ડ (Netherland Cricket) સામેની પ્રથમ વનડેમાં ઈતિહાસ રચ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 498 રન બનાવ્યા. જે ODI ક્રિકેટ ઈતિહાસ (Highest Score in ODI) માં એક ઈનિંગમાં સૌથી વધુ સ્કોર છે. ઈંગ્લેન્ડે માત્ર ચાર વિકેટ ગુમાવીને આ સ્કોર બનાવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડ 500નો આંકડો પાર કરી જશે પરંતુ તેમ થઈ શક્યું નહીં. અને તે પેહ્લાજ 50 ઓવર સમાપ્ત થઇ ગઈ

તાજેતરમાંજ રમાયેલી આ મેચ ખુબજ રસપ્રદ હતી ઈંગ્લેન્ડના ટોપ બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ રમીને ઇંગ્લેન્ડને વર્લ્ડનો હાઈએસ્ટ સ્કોર નેધરલેન્ડ સામે ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં અધિક રનોની વાત કરીએ તો ઈંગ્લેન્ડના મશહુર બેટ્સમેન જોશ બટલરે 70 બોલમાં 162 રન બનાવ્યા હતા. જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

ઈંગ્લેન્ડના કુલ 3 બેટ્સમેનોએ રનનો વરસાદ ખડકી દીધો હતો આ નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડની મેચ ખુબજ રસપ્રદ બની હતી અને સ્ટેડીયમમાં ચોગ્ગાઓ અને છગ્ગાઓના વરસાદ થવા લાગ્યા હતા અને તમામ દર્શકોને મેચ જોવાની ખુબજ મજા પડી ગઈ હતી અને ઇંગ્લેન્ડે માત્ર ચાર વિકેટના નુકસાન પર આ સર્વોચ્ચ સ્કોર હાંસલ કર્યો હતો. આખું સ્ટેડીયમ ઈંગ્લેન્ડના ક્રિકેટરોની વાહવાહી કરી રહ્યું હતું.

ત્યારબાદ ધૂંવાધાર બેટિંગ કરનારા લિયામ લિવિંગસ્ટોને માત્ર 22 બોલમાં 66 રનની ઇનિંગ રમી જેમાં 6 ફોર અને 6 સિક્સ સામેલ હતી. તેમની બેટિંગ જોઇને દર્શકો ખુબજ ખુશ થયા હતા. નેધરલેન્ડ્સ અને ઇંગ્લેન્ડની મેચમાં ગ્લેન્ડે કેવી રીતે રન બનાવ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ઈનિંગમાં 26 સિક્સર છે, જ્યારે 36 ફોર ફટકારવામાં આવી છે. જે બેટ્સમેનોએ રન બનાવ્યા છે, દરેકનો સ્ટ્રાઈક રેટ 100થી ઉપર રહ્યો છે.

તેમજ આ મેચ બીજા ઘણા બધા કારણોથી ખુબજ રસપ્રદ રહી હતી આમ તમે એક નજર આંકડાઓ પર નાખશો તો તમને જાણવા મળશે આંકડાઓનો અદ્ભુત નઝારો જેમાં તમે જોઈ શકશો કે ડેવિડ મલાન અને પી. સોલ્ટ વચ્ચે 170 બોલમાં 222 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ જોસ બટલર અને ડેવિડ મલને માત્ર 90 બોલમાં 184 રન જોડ્યા.તેમજ બાદમાં જોસ બટલર અને લિયામ લિવિંગસ્ટોને માત્ર 32 બોલમાં 91 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે આ મેચમાં 498 રન બનાવીને ઈતિહાસ રચ્યો અને ODI ક્રિકેટનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ખાસ વાત એ છે કે આ પહેલા બે સૌથી મોટા સ્કોર પણ ઈંગ્લેન્ડના નામે છે.એટલે કે ODI ક્રિકેટ ઈતિહાસના ત્રણ સૌથી મોટા સ્કોર ઈંગ્લેન્ડના નામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *