Pushpa 2 Release: પાવર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં હાહાકાર મચાવી રહી છે. લગભગ 3 વર્ષ પછી પરત ફરેલી ‘પુષ્પા’ (Pushpa 2 Release) માટે ચાહકોનો ક્રેઝ ઘણો વધારે છે. થિયેટરોની બહાર ઉત્સવનો માહોલ છે. ઈન્ટરનેટ પર પુષ્પા વિશે માત્ર ચર્ચા છે. પરંતુ ખુશી અને ઉત્સાહની વચ્ચે એક ખરાબ સમાચાર પણ મળ્યા છે. અલ્લુ પ્રત્યે જુસ્સો દર્શાવવો ઘણા લોકોને મોંઘો પડ્યો છે. જેમાં એક મહિલાનું મોત પણ થયું છે.
પુષ્પા 2 ના સ્ક્રીનીંગ સમયે અકસ્માત
વાસ્તવમાં, ગત રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુની ફિલ્મ પુષ્પા 2નો પ્રીમિયર શો યોજાયો હતો. ક્રેઝી ચાહકો જ્યારે સાંભળ્યું કે અલ્લુ સ્ક્રિનિંગમાં હાજરી આપવા જઈ રહ્યો છે ત્યારે લોકો નિયંત્રણની બહાર થઇ ગયા હતા. લોકો પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઉમટી પડ્યા હતા કે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. દિલસુખનગરમાં રહેતી રેવતી (39) તેના પતિ અને બે બાળકો શ્રી તેજ (9) અને સાન્વિકા (7) સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ ત્યાં આવતાની સાથે જ અભિનેતાને જોવા ચાહકોમાં હોબાળો મચી ગયો હતો.
9 વર્ષનો છોકરો થયો બેભાન
લોકો થિયેટરના દરવાજાની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ નાસભાગમાં રેવતી અને તેનો પુત્ર બેભાન થઈ ગયા હતા. 9 વર્ષના શ્રી તેજ બેકાબૂ ભીડમાં દટાઈ ગયા. પોલીસ તાત્કાલિક માતા-પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં રેવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. તેમના પુત્રની હાલત હજુ પણ નાજુક છે. તેમને બેગમપેટની KIMS હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
A boy lost consciousness in a stampede during the premiere show of #Pushpa 2 at Sandhya Theatre, RTC Cross Road in #Hyderabad. His condition is reported to be critical. pic.twitter.com/PPZsRALe3V
— Sumit Jha (@sumitjha__) December 4, 2024
અલ્લુ અર્જુને શું કહ્યું?
આ નાસભાગ વચ્ચે ઈન્ડિયા ટુડેએ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે વાત કરી. તેને સ્ક્રીનિંગમાં આવવાનું કારણ પૂછવામાં આવ્યું. જવાબમાં, અભિનેતાએ કહ્યું કે તે તેના ચાહકોને ખૂબ પ્રેમ કરે છે. ફિલ્મ પુષ્પા 2 વિશે વાત કરીએ તો, ચાહકોએ આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ફિલ્મના મિડનાઈટ શોની મજા માણી હતી. ચાહકો ફિલ્મના સીનને સિનેમાઘરોની અંદરથી સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્લુએ સાડી પહેરીને મન મોહી લે તેવો ડાન્સ કર્યો છે. ક્રિટિક્સે ફિલ્મને જોરદાર રિસ્પોન્સ આપ્યો છે. ચાહકોને વિશ્વાસ છે કે અલ્લુની આ ફિલ્મ બમ્પર કમાણી કરશે.
Actor Allu Arjun arrives at Sandhya theatre in Hyderabad for the premiere show of his film ‘Pushpa 2: The Rule’.#Pushpa2Celebrations #Pushpa2 #Pushpa2ThaRule pic.twitter.com/k3Zu77gzXQ
— 🦁 (@TEAM_CBN1) December 4, 2024
‘પુષ્પા 2’ જોવા લોકો ઉમટી પડ્યા, નાસભાગમાં 1નું મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બુધવારે મોડી રાત્રે ત્યારે બની જ્યારે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં રાત્રે 9.30 વાગ્યે ‘પુષ્પા 2’નો શો યોજાયો હતો. સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલા ચાહકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
#WATCH | Telangana: Fans of actor Allu Arjun thronged the Sandhya theatre in Hyderabad ahead of the premiere show of his film ‘Pushpa 2: The Rule’ tonight. Police resorted to mild lathicharge to control the crowd. pic.twitter.com/jhRvfB7D3m
— ANI (@ANI) December 4, 2024
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App