વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતા ત્રણ કૃષિ કાયદાઓ પરત(Withdrew three agricultural laws) ખેંચવાની જાહેરાત કરી છે. PM મોદીએ કહ્યું કે એમએસપી(MSP)ને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.
आज किसान और उनके आंदोलन को विजय प्राप्त हुआ हैं। आंदोलन में और भाजपा की तानाशाही से शहीद हुए किसानों को यह विजय श्रद्धांजलि के रूप में अर्पित हैं। ?
भाजपा के नेता अभी तक तीन कृषि क़ानून लागू होने के फ़ायदे गिनाते थे लेकिन आज से तीन कृषि क़ानून वापिस लेने के फ़ायदे गिनाएँगे। ?
— Hardik Patel (@HardikPatel_) November 19, 2021
હાર્કિદ પટેલે મોદી સરકારને માર્યો ટોણો અને કહ્યું કે…
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે ટ્વીટ કરીને મોદી સરકારને ટોણો માર્યો છે. હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું છે કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનને સફળતા પ્રાપ્ત થઇ છે, સાથે વધુમાં જણાવતા કહ્યું છે કે, આંદોલનમાં અને ભાજપની તાનાશાહીથી શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરી રહ્યો છું.
પહેલા કાયદાના અને હવે હવે કાયદો રદ કરવાના ગુણગાન ગાશે ભાજપ:
હાર્દિક પટેલે જણાવતા કહ્યું છે કે, ભાજપના નેતા અત્યાર સુધી કૃષિ કાયદાઓ લાગૂ કરવા માટેના ફાયદાઓ ગણાવી રહ્યા હતા પરંતુ આજે કાયદા પાછા ખેંચતા હવે તેઓ 3 કૃષિ કાયદા પરત લેવા માટેના ફાયદા ગણાવશે.
રાકેશ ટિકૈતનું મોટું એલાન:
પીએમ મોદીની જાહેરાત બાદ તરત જ રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને કહ્યું કે, ‘આંદોલન તરત જ પાછું ખેંચવામાં નહીં આવે, અમે એ દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવશે. એમએસપીની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ. તે જ સમયે, ટીવી ચેનલ આજ તક સાથેની વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે તેણે હમણાં જ સંકેત આપ્યો છે. જ્યારે તેને સંસદમાંથી પાછી ખેંચી લેવામાં આવશે ત્યારે જ નિર્ણય લેવામાં આવશે. આ સિવાય સરકારે MSP અને વીજળી કાયદાના મુદ્દાઓ પર પણ વાત કરવી જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીની વાત પર વિશ્વાસ ન હોવાના સવાલ પર રાકેશ ટિકૈતે કહ્યું કે મને હજુ પણ વિશ્વાસ નથી. જ્યાં સુધી 29મી તારીખે સંસદમાં કાયદો પાછો ખેંચવાની દરખાસ્ત નહીં આવે ત્યાં સુધી અમે ક્યાંય પાછા જવાના નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.