૧૨ વર્ષની ઉંમરે ખેડૂતના દીકરાએ એવી સિદ્ધિ હાંસલ કરી કે, ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નોંધાયું નામ

​​હરિયાણા(Haryana)ના ઝજ્જર(Jhajjar) જિલ્લાના રહેવાસી કાર્તિકેય જાખડે(Kartikeya Jakhad) એક એવું કામ કર્યું છે જેને કરવામાં મોટા-મોટા લોકોનો પણ પરસેવો છૂટી જાય છે. વાસ્તવમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતા કાર્તિકેય જાખડે કોઈની મદદ વગર 3 મોબાઈલ એપ(Mobile app) બનાવી છે. આ ત્રણેય એપ્સ અભ્યાસ સાથે સંબંધિત છે. એપ બનાવ્યા બાદ કાર્તિકેય જાખડનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(Guinness Book of World Records)માં નોંધાયું છે. આ સાથે તેનો હાર્વર્ડ યુનિવર્સિટી(Harvard University) જવાનો રસ્તો પણ ખુલી ગયો છે.

12 વર્ષના કાર્તિકેય જાખડે જણાવ્યું કે તેના પિતા અજીત સિંહ એક ખેડૂત છે. કાર્તિકેય માટે, તેના પિતાએ લોકડાઉનમાં 10,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદ્યો હતો. કાર્તિકેયે જણાવ્યું કે કોડિંગ કરતી વખતે ઘણી વખત મારો સ્માર્ટફોન હેંગ થઈ જતો હતો. કાર્તિકેય પોતાનો અભ્યાસ યુટ્યુબ દ્વારા જ કરતો હતો. આ દરમિયાન કાર્તિકેયે કુલ 3 મોબાઈલ એપ્સ બનાવી છે. પ્રથમ એપ જનરલ નોલેજ સાથે સંબંધિત છે, જેને તેણે લ્યુસેન્ટ જીકે ઓનલાઈન નામ આપ્યું છે. બીજી એપ રામ કાર્તિક લર્નિંગ સેન્ટર છે જે કોડિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવે છે. તે જ સમયે, ત્રીજી એપ શ્રી રામ કાર્તિક ડિજિટલ એજ્યુકેશન બનાવી છે. આમ તેને આ ત્રણ એપ બનાવીને ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યુ છે.

કાર્તિકેય દ્વારા બનાવવામાં આવેલ આ એપ્સ 45,000 થી વધુ વિદ્યાર્થીઓને મફત તાલીમ આપી રહી છે. કાર્તિકેયે જણાવ્યું કે, તેમને દેશના પીએમ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા અભિયાનથી આ પ્રેરણા મળી છે. 12 વર્ષના કાર્તિકેયને આટલી નાની ઉંમરમાં ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ કાર્તિકને ત્યાં ભણવા માટે સ્કોલરશિપ પણ મળી છે. કાર્તિકેય હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં Bsc કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *