ટમેટાના ભાવ સરખા ન મળતા જગતનો તાત થયો નારાજ, ખેડૂતો રસ્તા વચ્ચે ટમેટા ફેંકવા બન્યા મજબુર- જુઓ વિડીયો

દેશમાં મોટાભાગે ખેડૂતોને પાકનો સમય થાય ત્યારે પાકની કિંમતો બજારમાં તળીયે આવી જતા હોવાની ઘણી બધી ફરિયાદ જોવા મળે છે. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે ખેડૂતોની પાક પેદા કરવાની મહેનત અને ખર્ચ પાણીમાં જાય છે. પરિણામેં ખેડૂતો દેવાના બોજ તળે દબાતા જતા હોય છે. કેટલાક કિસ્સામાં તો ખેડૂતો કંટાળીને આત્મહત્યા કરવા માટે પણ મજબુર બને છે.

એક તરફ મોંઘવારીને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે, બીજી તરફ ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો. મહારાષ્ટ્રના નાસિક અને ઓરંગાબાદના ખેડૂતો જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલો 2-3 રૂપિયા મળતા હોવાથી તેમના ટામેટા રસ્તાની વચ્ચે ફેંકી રહ્યા છે. છૂટક બજારની વાત કરીએ તો ટામેટાના ભાવ 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો ચાલે છે.

ઔરંગાબાદ જિલ્લાના ગંગાપુર તાલુકાના ખેડૂતો આજે સવારે લાસૂર સ્ટેશન પર ટામેટા ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે આવ્યા હતા અને તેને ટમેટાને હાઈવે પર ફેંકવાનું શરૂ કર્યું હતું. શિલેગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી રવિદ્રા ખાંડેકરે જણાવ્યું હતું કે, “ખેડૂતો બે-ત્રણ ટ્રેક્ટરની ટ્રોલીમાં ટામેટાં લાવ્યા અને લાસુર સ્ટેશન પર વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ તેમના ટામેટાંને હાઇવે પર ફેંકવાનું શરૂ કર્યું. આ કારણે પસાર થતા વાહનોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.”

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ બાબત પર ધ્યાન આપશે અને જો ભવિષ્યમાં પણ દરો આટલા નીચા રહેશે તો તે ખેડૂતોને વળતર આપશે. APMC ના આંકડા મુજબ, ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 750.63 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં ટમેટાનો ભાવ 2017.77 પ્રતિ ક્વિન્ટલ હતો. આ વર્ષે જુલાઈમાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 1044.67 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. દેશમાં નાસિકમાં સૌથી વધુ ટામેટાં છે. અહીં ઓગસ્ટમાં ટામેટાના ભાવ 664.19 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *