ડુંગળીના ભાવ ન મળતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો… ગોંડલમાં રોડ પર ડુંગળી ફેંકી હાઈવે કર્યો ચકાજામ

Farmers protested not getting price of onion: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. વેપારીઓ પર સ્ટોક મર્યાદા લગાવી દેવામાં આવી છે.જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે.આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા(Farmers protested not getting price of onion) માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે.

ડુંગળીના ભાવ ન મળતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડના ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો.સરકારે ખરીફ આગમનમાં વિલંબ, ડુંગળીના નિકાસના જથ્થા અને તુર્કી, ઇજિપ્ત અને ઇરાન જેવા મોટા સપ્લાયર્સ દ્વારા લાદવામાં આવેલા વેપાર અને બિન-વેપાર પ્રતિબંધો જેવી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.

બજારોમાં ડુંગળીનો પુરવઠો વધારવા અને ભાવ ઘટાડવાના સરકારના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ સ્થાનિક બજારમાં ડુંગળીના રીટેલ ભાવમાં તીવ્ર ઊછાળો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક ભાગોમાં ડુંગળીના રીટેલ ભાવ પ્રતિ કિલો રૂ. 60થી 80 છે. બજારમાં ડુંગળીના ઊંચા ભાવો ટકી રહેતાં કેન્દ્ર સરકારે રવિવારે ભાવ ઘટાડવા માટે કેટલાક પગલાં લીધા છે.જેના કારણે ખેડૂતો દ્વારા રસ્તા પર ચક્કા જામ કરવામાં આવ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરતાં ગોંડલ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે પર ચારે બાજુ રસ્તા પર ડુંગળીને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.હરાજીમાં ડુંગળીના ભાવ ખેડૂતોને ના મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઇવે પર નાખી દીધી હતી. ડુંગળી લઈને આવતા તમામ ખેડૂતો હાઇવે પર ઊતર્યા હતા. ત્યારબાદ હાઇવે પર વાહનો રોકીને ચકાજામ કર્યો હતો.અને ખેડૂતોએ હાઇવે પર સરકાર વિરુદ્ધ નારાબાજી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *