સામાન્ય જનતાની થાળીમાંથી છીનવાયુ મોંઘુદાટ લસણ- 400 રૂપિયે કિલોના ભાવે મળતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

garlic Prices Hike: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને તે ઘટવાનું નામ નથી લઈ રહી.અગાઉ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા,જે બાદ ડુંગળીના ભાવમાં વધારો…

garlic Prices Hike: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને તે ઘટવાનું નામ નથી લઈ રહી.અગાઉ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા,જે બાદ ડુંગળીના ભાવમાં વધારો થયો હતો અને હવે લસણનો ભાવ વધી જતા ગૃહિણી બજેટ ખોરવાઈ જાઈ તેવી દુર્દશા ઉભી થઇ છે..હાલમાં બજારમાં લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેથી સામાન્ય નાગરિકો અને મહિલાઓ નારાજગી વ્યક્ત કરે તેવી પુરી શક્યતા છે. લસણ(garlic Prices Hike) જે ગયા અઠવાડિયે રૂપિયા 200 થી રૂપિય 250 પ્રતિ કિલો હતું. તે હવે રૂપિયા 350 થી રૂપિયા 400 સુધી પહોંચી ગયું છે.

છેલ્લા કેટલાક મહિનાઓ ફુગાવાના સંદર્ભમાં ખૂબ જ સંવેદનશીલ સાબિત થયા છે. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓના મામલે મોંઘવારી સામાન્ય લોકો સાથે સાપ-સીડી રમી રહી છે. પહેલા તો ટામેટાના ભાવમાં જબરદસ્ત વધારો થયો જ્યારે તેને અંકુશમાં લેવામાં આવ્યો ત્યારે ડુંગળી મોંઘી થઈ હતી. હવે લસણના ભાવથી સામાન્ય લોકો પરેશાન થવા લાગ્યા છે.

ઘણી હોટલો અને રેસ્ટોરાં લસણની ચટણી અને લસણની વાનગીઓને મેનુમાંથી હટાવી રહી છે. વેપારીઓના મતે નવો પાક બજારમાં પહોંચતા હજુ સમય લાગશે અને ત્યાં સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.સિઝનલ કારણોસર વર્ષના આ સમયગાળા દરમિયાન લસણના ભાવમાં વધારો થાય છે. લગભગ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં લસણના ભાવમાં વધારો થાય છે. જોકે, આ વર્ષે પરિસ્થિતિ જુદી જ જોવા મળી રહી છે. લસણના ભાવમાં વધારો કંઈક અસામાન્ય છે.શાકભાજી બજારોમાં લસણની કિંમત 120 થી 140 રૂપિયા પ્રતિ કિલો હતી. દિવાળી દરમિયાન લસણના ઊંચા ભાવને કારણે સામાન્ય લોકોને થોડી મોંઘવારી સહન કરવી પડી હતી.

અગાઉ ડુંગળી અને ટામેટાંનું રસોડું બજેટ સામાન્ય લોકો માટે મુશ્કેલ બની ગયું હતું. ઘણી જગ્યાએ ટામેટાંના છૂટક ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોના આંકને પાર કરી ગયા હતા. જે બાદ સરકારે જ રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું હતું. ટામેટાના ભાવ અંકુશમાં આવતાં ડુંગળીના ભાવ વધવા લાગ્યા હતા. છૂટક બજારોમાં ડુંગળી 45-50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. જે બાદ સરકારે આ મહિને ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *