પરવળ અને ટીંડોરાની ખેતી કરીને ખેડૂતો કરે છે છપ્પરફાડ કમાણી, આ રીતે વાવણી કરવાથી ઉત્પાદન થશે ડબલ

Cultivating Parwal: પરવળ અને ટીંડોળાં જેવા વેલાવાળા પાકમાં પોષકતત્વો, ક્ષાર અને વિટામિન્સ સારા પ્રમાણમાં હોવાથી બજારમાં તેની માગ સૌથી વધુ રહે છે: પરવળનો ભાવ 250થી 400 સુધી બજારમાં રહ્યો દક્ષિણ ગુજરાતની આબોહવા શાકભાજી (Cultivating Parwal) માટે અનુકૂળ હોવાથી વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી કરાય છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો શાકભાજીની ખેતી કરી આર્થિક રીતે સારો ફાયદો મેળવે છે. તેવી જ ખેતી પરવળ અને ટિંડોળાની છે. પરવળ અને ટિંડોળા વેલાવાળા પાક છે. વેલાવાળા પાકમાં પોષકતત્વો, ક્ષારો અને વિટામીન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે.

પરવળ અને ટિંડોળાના વૃદ્ધિ વાનસ્પતિક રીતે થતી હોવાથી અને પરવળ દ્રિગૃહિ હોય નર અને માદા 1:9 પ્રમાણે ત્રણથી ચાર આંખવાળા 35થી 40 સેમી લંબાઈના પાકટ અને હેકટરે 5000 વેલા લેવા જોઈએ. પરવળની રોપણીમાં દર નવા માદાના છોડ દીઠ એક છોડ નરનો રોપવો જરૂરી બને છે. ટિંડોળા માટે અલગ અલગ કટકા લેવાના રહેતા નથી

ખાતર :
પરવળના પાક માટે 120 કિગ્રા નાઈટ્રોજન, 60કિગ્રા ફોસ્ફરસ અને 40 કિગ્રા પોટાશ હેક્ટર દીઠ આપવાની ભલામણ કરેલછે. આ પૈકી પાયાના ખાતરોમાં 30 કિલો નાઈટ્રોજન એ સંપૂર્ણ ફોસ્ફરસ અન પોટાશનો જથ્થો જમીન તૈયાર કરતી વખાતે આપવો જોઈએ. બાકીના 90 કિલો નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે ત્રણ સરખામણીમાં રોપણી બાદ પહેલા બીજા અને ત્રીજા માસે આપવો જોઈએ.

પિયત:
ઓક્ટોમ્બરમાં વાવણી કરી હોય તો નવેમ્બર માસ સુધી પિયત આપવું. પરવળ, ટિંડોળા, પાક ડિસેમ્બર જાન્યુઆરી આપવામાં આવે તો પણ ચાલે છે ત્યારે આ સમયે પિયતની જરૂરીયાત રહેતી નથી. ફેબ્રુઆરી માસમાં તાપમાન વધતા વેલાની વૃદ્ધિ વિકાસ ચાલુ થાય છે. આ સમયે નિંદામણ સૂકાઈ ગયેલા વેલાની છટણી કરી ખાતર આપી હળવું પિયત આપવું અને નિયમિત રીતે 12થી 15 દિવસના અંતરે પિયત આપતા રહેવું.

ભાવ સારો મળે છે
પરવળનો પાક લેનાર ખેડૂતે જણાવ્યુંઉ હતું કે પરવળની ખેતીમાં આર્થિક રીતે ફાયદો થાય છે. પરવળની અંદાજિત કિંમત વિશે વાત કરીએ તો તે 1 લાખથી 1.25 લાખ રૂપિયાની વચ્ચે છે. તેમણે કહ્યું કે એક મહિનામાં 20 ક્વિન્ટલનું ઉત્પાદન થાય છે. બજારમાં ઉપલબ્ધ કિંમત 2000-4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.