Organic fertilizer: ગુજરાત સરકારની પહેલ પર આજકાલ ગાયના છાણાથી ખાતર બનાવીને ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને વધુ ઉત્પાદનના સાથે સાથે મોટી આવક તેમ જ કેંસર મુક્ત અનાજનું ઉત્પાદન કરીને પોતાનું અને દેશના લોકોના જીવનું રક્ષણ કરી રહ્યા છે. જો રસાયણિક ખાતર ધીમે-ધીમે લોકોના શરીરમાં ઝેર પધરાવી રહ્યું હતું આજે તેની જગ્યા ગુજરાતમાં ગાયના છાણાથી બનાવેલ ખાતરને(Organic fertilizer) લઈ લીઘી છે. પરંતુ ખેડૂત ભાઈયો શું તમને ખબર છે કે ગાયના છાણાના ખાતર બનાવીને તેનો છંટકાવ ખેતરમાં કરવાની સાથે જ તમે તેને વેંચીને આવક પણ મેળવી શકો છો. જો નથી ખબર તો ચાલો અમે તમને જણાવી દઈએ.
ખેડૂતો ઓર્ગેનિક ખાતર બનાવી કરી શકે છે અઢળક કમાણી
ગામડાઓમાં તો છાણા ખાતર માટે પ્રયોગમાં આવી જાય છે પરંતુ તમને ખબર છે કે શહેરમાં પણ છાણાની જરૂર હોય છે. પણ ત્યાં ગાય કે ભેંસ ના હોવાના કારણે શહેરમાં રહેતા લોકને છાણા ખરીદવું પડે છે. જો તમે વધુ આવક મેળવા માંગો છો તો તમે તમારા છાણાને શહેરમાં વેચી શકો છો. ક તો પછી શહેરમાં બનાવામાં આવેલ બગીચાઓમાં ફૂલના છોડ અને બીજા વૃક્ષની સંભાળ માટે તમે છાણાથી ઓર્ગેનિક ખાતર બનાવીને તેનો વેચાણ કરી શકો છો.
કમ્પોસ્ટ 45 થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે
આ અંગે એક ખેડૂતએ જણાવ્યું હતું કે, વર્મી કમ્પોસ્ટ બનાવવાનો ઘણો અનુભવ છે. તેમણે કહ્યું કે વર્મી કમ્પોસ્ટ માત્ર 45 થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે. વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે તેમને ગાયના છાણની જરૂર પડે છે, જે તેઓ ગૌસદનમાંથી પણ મેળવે છે. અથવા તે સ્થાનિક વિસ્તારમાં ઉપલબ્ધ છે. તેમને આવશ્યક ચીજવસ્તુઓ વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. તેમનું કહેવું છે કે વર્મી કમ્પોસ્ટ બનાવવાના આ કામમાં તેમની પત્ની પણ તેમને પૂરો સાથ આપે છે.
વર્મી કમ્પોસ્ટ હાથોહાથ વેચાય છે
આ ખેડૂતનું કહેવું છે કે તેમની જગ્યાએ બનેલા વર્મી કમ્પોસ્ટને વેચવા માટે તેમને ક્યાંય જવાની પણ જરૂર નથી. લોકો પોતે તેમની પાસે પહોંચી વર્મી કમ્પોસ્ટ ખરીદે છે. અહીં 30 કિલોની થેલીની કિંમત 225 રૂપિયા છે. વર્મી કમ્પોસ્ટ તૈયાર થતાંની સાથે જ ખરીદદારોની લાઇન લાગી જાય છે. વર્મી કમ્પોસ્ટ ખરીદનારાઓમાં ખેડૂતોની સાથે કેટલાક જથ્થાબંધ વેપારીઓ પણ તેમની પાસેથી વર્મી કમ્પોસ્ટ ખરીદે છે.
વર્મી કમ્પોસ્ટનો વ્યવસાય રોજગારી આપે છે
વર્મી કમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયામાં ઘણી મહેનત કરવી પડે છે, તેથી રામચંદ્ર સ્વ-સહાય જૂથની 12 મહિલાઓને રોજગાર પણ આપે છે. તેમણે જણાવ્યું કે તેઓ એક મહિલાને રોજના ₹200ના દરે વેતન પણ આપે છે. રામચંદ્ર વર્મી ખાતર બનાવવાના વ્યવસાયમાં સ્વરોજગારીની સાથે રોજગારી પુરી પાડી રહ્યા છે.
છાણામાં હોય છે મીથેન ગેસ
મિત્રો શું તમને ખબર છે કે છાણામાં મીથેન ગેસ હોય છે. જો કે ઈઁધન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. છાણાથી એવા ઈઁધન બનાવાનું શક્ય છે જો ફક્ત રસોડામાં જ નહીં પરંતુ વાહનોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આ વાત વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક અધ્યયનમાં સામે આવી છે. તેથી તમે ગાયના છાણનું વેચાણ કરીને આવક મેળવી શકો છો.
વાર્નિશ અને પેઇન્ટ બનાવવામાં આવે છે
છાણાથી વાર્નિશ અને પેઇન્ટ પણ બનાવવામાં આવે છે. આમાંથી બનેલા પેઇન્ટ સામાન્ય કેમિકલ પેઇન્ટ જેવા કામ કરે છે અને તે આવકનો સારો સ્ત્રોત છે. આ સિવાય ગાયના છાણમાંથી કાગળ પણ બનાવવામાં આવે છે. એક પશુ દીઠ સરેરાશ 10 કિલો છાણા મળે તો રોજના 20 કરોડ કિલો છાણથી 1થી 2 કરોડ કિલો સુકો કાગળ બની શકે છે.
ધાર્મિક કાર્યોમાં થાય છે ઉપયોગ
તેનાથી અગરબત્તીઓ અને ઘૂપબત્તી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ પૂજા અને ધાર્મિક કાર્યોમાં થાય છે. તમને જણાવી દઈએ કે ગાયના છાણને સળગાવીને જે રાખ ઉત્પન્ન થાય છે તેના પણ ઘણા ઉપયોગ થાય છે.ઘરમાં બાગકામ કરતા લોકો માટે આ રાખમાંથી ગાર્ડન ફર્ટિલાઇઝર બનાવવામાં આવે છે. આ વસ્તુઓની બજારની માંગ અને કિંમત બંને ખૂબ વધારે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App