પુરપાટ ઝડપે આવતી થાર ST બસમાં ઘુસી જતાં સર્જાયો અકસ્માત; એકનું મોત, 15 ઇજાગ્રસ્ત

Kapadvanj Accident: કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થારમાં સવાર 4 પૈકી (Kapadvanj Accident) એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા.

1 વ્યક્તિનું મોત થયું
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાનાં કપડવંજ-નડિયાદ હાઈવે પર ફ્ત્યાબાદ ગામથી પસાર થતી કેનાલ નજીક થાર કાર અને એસ.ટી. બસ વચ્ચે ટક્કર થઈ હતી. પૂરઝડપે આવતી થાર ST બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસનાં ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો સહિત 15 જેટલાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. થાર કારમાં સવાર 4 લોકો પૈકી એકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.

જાણો સમગ્ર ઘટના
એસટી બસ કપડવંજથી નડીયાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે સામેથી આવી રહેલી થાર કાર ઓવરટેક કરવા જતાં એસટી બસમાં અથડાઈ હતી. એસટી બસના ચાલક પાસેથી મળતી માહિતી મુજબ નડીયાદ ડેપોની બસ કપડવંજથી નડીયાદ તરફ જઈ રહી હતી.

તે દરમિયાન પુરપાટ ઝડપે થાર ગાડીના ચાલકે ઓવરટેક કરતા થાર ગાડી સીધી એસટી બસમાં અથડાઈ હતી જેના પગલે બસનો ડ્રાઈવર બસ પરનો નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને બસ રોડની સાઈડમાં ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં ભયંકર ટક્કરને કારણે થાર કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેના ચાલકનું પણ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

જ્યારે ઘટનામાં વીસ ઉપરાંત વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી.એસટી બસમાં ચાલીસ જેટલાં મુસાફરો સવાર હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે આંતરસુંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.