93 બેઠકો પર 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ – જાણો બીજા તબક્કામાં ક્યાં કેટલા ટકા થયું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે બનાસકાંઠા(Banaskantha) જિલ્લાની 9…

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે બનાસકાંઠા(Banaskantha) જિલ્લાની 9 બેઠક પર સરેરાશ અંદાજિત 65.65% મતદાન નોંધાયું છે. જિલ્લાની 9 બેઠકો પર 75 ઉમેદવારો(candidate)નું ભાવિ EVMમાં કેદ થયું છે. જેઓના ભાવિનો ફેંસલો 8મી ડીસેમ્બરે થશે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર મત આપનારા ઘણા યુવા મતદારો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 63.31% મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં સરેરાશ 5 વાગ્યા સુધીમાં 60% ટકા મતદાન થયું છે. ચૂંટણીમાં બંને તબક્કાના મતદાનમાં એક કોમન પેટર્ન જોવા મળી. તે મુજબ શહેરો કરતાં ગામડાંઓમાં મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન કરવા માટે ઉમટ્યા હતા. જ્યારે શહેરોમાં ઠંડો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

પરંતુ આજે ઉમેદવારો અને નેતાઓ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના 100 વર્ષના માતા હીરાબા, PMના ભાઇ અને તેમનો પરિવાર, કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. આજે બીજા તબક્કાના મતદાનમાં EVM ખરાબ થયાનાં મોટાપાયે સમાચાર આવ્યા હતા. આજે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયું.

ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર આજે મતદારો મતદાન થયું અને 93 બેઠકો પર 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઇ ગયું. આ સિવાય બીજા તબક્કામાં 26, 409 મથકો પર મતદાન થયું. બીજા તબક્કામાં 833માંથી 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવાર મેદાને હતા. 93 બેઠક પર 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો હતા. જેમાં 1 કરોડ 29 લાખ 26 હજાર 501 પુરૂષ અને 1 કરોડ 22 લાખ 31 હજાર 335 મહિલા સહિત 894 અન્ય મતદારોનો સમાવેશ થયો હતો.

બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો હતા. હવે 8 ડિસેમ્બરે તમામ 182 બેઠકોનું પરિણામ જાહેર થશે. બીજા તબક્કામાં ક્યા જિલ્લાની કેટલી બેઠક પર મતદાન થયું ALSO READ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું સૌથી વધુ સાબરકાંઠામાં સરેરાશ 65.84 ટકા મતદાન

બીજા તબક્કામાં સરેરાશ 58.38 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં 5 વાગ્યા સુધીમાં 52.91 ટકા મતદાન, આણંદમાં 5 વાગ્યા સુધીમાં 59.04 ટકા મતદાન, અરવલ્લીમાં 5 વાગ્યા સુધીમાં 60.18 ટકા મતદાન, બનાસકાંઠામાં 5 વાગ્યા સુધીમાં 65.65 ટકા મતદાન, છોટાઉદેપુરમાં 5 વાગ્યા સુધીમાં 62.04 ટકા મતદાન, દાહોદમાં 5 વાગ્યા સુધીમાં 55.80 ટકા મતદાન, ગાંધીનગરમાં 5 વાગ્યા સુધીમાં 59.14 ટકા મતદાન, ખેડામાં 5 વાગ્યા સુધીમાં 60.83 ટકા મતદાન, મહેસાણામાં 5 વાગ્યા સુધીમાં 61.01 ટકા મતદાન, મહિસાગરમાં 5 વાગ્યા સુધીમાં 54.26 ટકા મતદાન, પંચમહાલમાં 5 વાગ્યા સુધીમાં 62.03 ટકા મતદાન, પાટણમાં 5 વાગ્યા સુધીમાં 56.09 ટકા મતદાન, સાબરકાંઠામાં 5 વાગ્યા સુધીમાં 65.84 ટકા મતદાન, વડોદરામાં 5 વાગ્યા સુધીમાં 56.75 ટકા મતદાન થયું છે.

EVM ખરાબ થયાં અને બોગસ વોટિંગ
સવારે મતદાન શરૂ થતાની સાથે જ સાવલીના ટુંડામાં EVM ખોટવાયું હતું અને ટેકનિશયનો કામ લાગી ગયા હતા. ત્યાં થોડીક વારમાં જ અમદાવાદના ખોખરાથી સમાચાર આવ્યા હતા કે મતદાન શરૂ થયું આઠ વાગ્યે ત્યારથી જ 40 મિનિટ સુધી EVM ખોટવાયેલું હતું. છેલ્લી 40 મિનિટથી મતદાન જ શરૂ થયું નહોતું. ત્યારબાદ દેવગઢ બારિયાના ફૂલપુરામાં EVM ખોટવાયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *