મતદાનના દિવસે પણ PM મોદીનો અઢી કિલોમીટરનો રોડ શો, ચૂંટણી પંચ પણ આંખ આડા કાન કરીને બેઠું છે – કોંગ્રેસ

આજરોજ બીજા તબક્કાના મતદાન માટે ગુજરાત ભરની 93 વિધાનસભા બેઠકો પર મતદાન થયું. આજે પ્રધાનમંત્રી મોદીએ સવારે 9:00 વાગ્યે અમદાવાદના રાણીપ સ્થિત નિશાન સ્કૂલમાં મતદાન…

આજરોજ બીજા તબક્કાના મતદાન માટે ગુજરાત ભરની 93 વિધાનસભા બેઠકો પર મતદાન થયું. આજે પ્રધાનમંત્રી મોદીએ સવારે 9:00 વાગ્યે અમદાવાદના રાણીપ સ્થિત નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી મોદીએ ત્યાં હાજર લોકોને શુભેચ્છા પણ પાઠવી હતી. તે સમયે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આચારસંહિતાનો ભંગ કરી રોડ શો કર્યો છે.

આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ પણ આ ઘટના અંગે ધ્યાન દોર્યું હતું. મમતા બેનર્જીએ જણાવતા કહ્યું કે, “મતદાનના દિવસે રોડ શો ની મંજૂરી મળતી નથી, તો પ્રધાનમંત્રી મોદીને કેમ રોડ શો કરવાની મંજૂરી મળી? પ્રધાનમંત્રી અને તેમની પાર્ટી VVIP છે. તેઓ કંઈ પણ કરશે તેમને માફ કરવામાં આવશે…”

કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચારના વડા પવન ખેડા એ દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટીથી ચૂંટણી પંચ ડરી ગયું છે, એટલે જ ચુપ બેઠું છે. તેમણે ઉમેરતા કહ્યું કે, કોંગ્રેસ આચાર સહિતા ભંગના આવા મામલાઓને લઈને કાયદાકીય પગલા લેવા અંગે ચર્ચા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આજરોજ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ વધુમાં કહ્યું કે, કોઈપણ સામાન્ય વ્યક્તિના વોટની કિંમત પણ પ્રધાનમંત્રી ના વોટ ની કિંમત જેટલી જ છે. પ્રધાનમંત્રી જ્યારે મતદાન કરવા માટે બહાર જાય ત્યારે તેઓ અઢી કલાકનો રોડ શો કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચની એવી તો કેવી મજબૂરી હશે કે આ બધું સાંભળી અને જોઈ શકતી નથી. ચૂંટણી પંચ પણ આંખ આડા કાન કરીને બેઠું છે. ખૂબ જ અફસોસ ની વાત છે. અમને આશા હતી કે આ અંગે ચૂંટણી પંચ કોઈ સંજ્ઞાન લેશે, પરંતુ ચૂંટણી પંચના આખા કાન જોઈ લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટી થી ડરી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *