આજકાલ દિવસે ને દિવસે અકસ્માતની (Accident) સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે, કોરોના(Corona) દરમિયાન મૃત્યુ પામનારની સંખ્યા (Number of deaths) કરતા અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધારે છે. ન જાણે કેટલા લોકો અકસ્માત દરમિયાન અકાળે મૃત્યુ પામતા હશે.
ત્યારે હાલમાં જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના ગુણા-અશોકનગરની હોવાનું જણાયું છે. નગર ખેડી પાસે રાત્રે લગભગ 8 વાગ્યે બે બાઇક અથડાયા હતા. જેના કારણે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઘાયલ થયો હતો. જેની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે રામબાબુ કુશવાહા તેના સાળા લખન કુશવાહાના સંબંધ માટે યુવતીને જોવા માટે ગુના ગયા હતા. રાત્રે બંને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે નાગૌખેડી પાસે અશોકનગર બાજુથી આવતા અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી ઝડપી હતી કે બાઇક પર સવાર 39 વર્ષીય રામબાબુ કુશવાહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો સાળો લખન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
જાણવા મળ્યું છે કે, ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. શનિવારે સવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પછી તેને સંબંધીઓને સોંપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.