નવા વર્ષની ઉજવણી કરી પરત ફરતા બાપ-દીકરાને ભરખી ગયો કાળ- બંનેના મોતથી પરિવારમાં કરુણ આક્રંદ

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રાયસેન(Raisen) જિલ્લામાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીં નવા વર્ષની ઉજવણી કરીને પરત ફરી રહેલા પિતા-પુત્રનું અકસ્માતમાં મોત થયું હતું. ખરેખર, પિતા-પુત્ર…

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રાયસેન(Raisen) જિલ્લામાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીં નવા વર્ષની ઉજવણી કરીને પરત ફરી રહેલા પિતા-પુત્રનું અકસ્માતમાં મોત થયું હતું. ખરેખર, પિતા-પુત્ર બાઇક પર જઇ રહ્યા હતા, તે દરમિયાન તેજ ગતિએ જઇ રહેલા ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, 40 વર્ષીય સુરેશ કહાર તેમના 8 વર્ષના પુત્ર સાથે બાઈક દ્વારા નર્મદા નદી બૌરસથી ઉદયપુરા જઈ રહ્યા હતા. તે જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે પિતા-પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી 8 વર્ષના માસૂમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેમજ પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

અકસ્માતે બે જીવ લીધા, નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ:
માહિતી પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ગંભીર રીતે ઘાયલ સુરેશને તરત જ ઉદયપુરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ સુરેશની ગંભીર સ્થિતિને જોતા તેને ભોપાલ રેફર કર્યો. આ દરમિયાન સુરેશનું પણ રસ્તામાં જ મોત થયું હતું. આ અકસ્માત બાદ નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું – ડમ્પર ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે:
પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિજનોને સોંપ્યા હતા. લોકોએ કહ્યું કે રેતીના ડમ્પરો તેજ ગતિએ દોડી રહ્યા છે, જેના પર કોઈ પ્રતિબંધ નથી. જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. સ્ટેશન ઈન્ચાર્જ એમએલ ભાટીએ જણાવ્યું કે પરિવારના સભ્યોની ફરિયાદના આધારે ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને ડમ્પરને જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી ડ્રાઈવરની શોધ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *