Surat Crime: સુરત શહેરમાં પિતા અને પુત્રીના સબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરાછા વિસ્તારમાં પોતાની સાવકી પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કર્યા હતા.તેમજ 4થી 5 વાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ મામલે સગીરાની(Surat Crime) માતાએ જ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો
સુરતના વરાછા વિસ્તારમાં ઘનશ્યામ નગરમાં રહેતી એક મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલા ઘરમાં પતિ અને 4 બાળકો સાથે રહે છે. મહિલાએ આ હેવાન સાથે બીજી વાર લગ્ન કાર્ય છે અને પહેલા પતિની બે દીકરી છે.તેમજ મહિલાનો પતિ એમ્બ્રોડરી મશીનમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ત્યારે આ નરાધમએ પોતાની સગીર વયની સાવકી દીકરી પર 5થી 6 વાર દુષ્કર્મ આચર્યું હતું.આ સાથે જ તે અવારનવાર તેને શારીરિક અડપલાં કરતો હતો.જે બાદ જો આ વાત કોઈને કહેશે તો તેને મારી નાખવાની ધમકી આપતો હતો.પરંતુ આખરે કઁટાળી સગીર વયની યુવતીએ સમગ્ર હકીકત પોતાની માતાને જણાવતા તેની માતાએ નરાધમ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે નરાધમની ધરપકડ કરી આગળની તાપસ હાથ ધરી છે.
સગીરાએ હિંમત દાખવી
આ અંગે જાણ થતાં મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે દિકરીને પૂછતાં તેણે રડતા રડતા માતાને જણાવ્યું હતું કે,જે દરમિયાન અચાનક જ તેનો પિતા ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરાની શરીરે અડપલાં કરવાનાં શરૂ કર્યા હતા. સગીરાએ પ્રતિકાર કરતા નરાધમ પિતાએ તેને લાફો માર્યો હતો.જોકે સગીરાએ હિંમત ન હારી અને આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
જે બાદ સગીરાની માતાએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાના પતિની કરતુત અંગેની ફરિયાદ કરી હતી, જેથી વરાછા પોલીસે ફરિયાદીના ઘરે જઈને નરાધમ પિતાને પકડી પોલીસ મથકે લાવી તપાસ શરૂ કરી હતી. આ અંગે મહિલાએ પતિ સામે દિકરી સાથે અડપલાં તેમજ મારમારીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને મેડીકલ તપાસ માટેની તજવીજ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App