દિવસેને દિવસે અકસ્માત (Accident)ની સંખ્યાઓનો ગ્રાફ ઉંચો જતો જણાઈ રહ્યો છે. એવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. રાપર(Rapper) તાલુકાના દેશલપર અને બાલાસર વચ્ચે છોટાહાથીના ચાલકે સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ વ્યક્તિ માર્ગ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં બાઈક ચાલક યુવકનું તેના બનેવી અને 2 વર્ષની પુત્રી સામે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
બનેવી અને પુત્રી સાથે બાઈક પર નીકળેલા યુવકને રસ્તામાં મોત મળ્યું:
મળતી માહિતી અનુસાર, આ અકસ્માતની ઘટના ગત સાંજે દેશલપર ગોળાઈ પાસે બની હતી. જેમાં ધોળાવીરથી પોતાના બનેવી અમરસી કોળી અને બે વર્ષની પુત્રી હેતલ સાથે માતાજીના દર્શન માટે રાપર તરફ આગળ વધી રહેલા બાઈક ચાલક 28 વર્ષીય દામજી જેસંગ કોળીને સામેથી આવતા છોટાહાથીએ હડફેટે લેતા બાઈક માર્ગ પર ફંગોળાઈ ગયું હતું. જેના કારણે ત્રણેય બાઈક સવાર માર્ગ પર પટકાયા હતા. જેમાં ચાલક યુવકનું તેમના બનેવી અને પુત્રીની નજર સામે જ કરુણ મોત નીપજ્યું હતું. રડતી બાળકીને જોઈ કરુણ દ્રષ્યો સર્જાયા હતા.
બાળકીને હાથમાં ફ્રેક્ચર થયું:
આ ઘટનામાં 28 વર્ષીય દામજી જેસંગ કોળીનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બે વર્ષની હેતલ દામજી કોળીને હાથમાં ફેક્ચર સહિતની ઇજા પહોંચતા પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી. જ્યાં ગંભીર ઈજાઓ હોવાથી સામખીયાળી મધ્યે રીફર કરાઈ હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.