Surat Crime News: સુરત જાણે કે ક્રાઇમ સીટી બની ગયું હોય તેમ એકબાદ એક હત્યાના બનાવનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.ત્યારે ચોકબજાર વિસ્તારમાંથી હજુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં સગ્ગા પિતાએ જ પોતાની (Surat Crime News) પુત્રીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પુત્રીને હત્યા કરનાર પિતા મુકેશ પરમારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાની તકરારના કારણે હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા ભરી માતા રોડ પર આવેલા સુમન મંગલ આવાસમાં એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે.જેમાં મુકેશ પરમાર નામના વ્યક્તિ રહે છે. તેમને પરિવારમાં પત્ની 2 પુત્રી અને એક પુત્ર છે. ત્યારે મૃતક હેતાલીને રસોઈ બનાવવા બાબતે મુકેશ પરમાર અવારનવાર કહેતા હતા. પરંતુ હેતાલી રસોઈ ન બનાવતા તેના પિતા સાથે તે બાબતે વારંવાર ઝગડો થતો હતો.
ત્યારે ગુરુવારે ફરીવાર રસોઈ બાબતે ઝગડો થતા તેના પિતાએ ઉશ્કેરાઈ જઈને તેની દીકરીને માથામાં કુકર માર્યું હતું. જે બાદ હેતાલી જોતજોતામાં ઢળી પડી હતી.ત્યારે તેને દવાખાને દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
અવારનવાર જગડા થતા હતા
18 વર્ષની દીકરી છેલ્લા ઘણા સમયથી ઘરકામમાં સાથ સહકાર આપતી નહોતી. જેથી પરિવારમાં આ મુદ્દે અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. આથી ઉશ્કેરાયેલા પિતાએ ગુસ્સામાં આવી જઈને બોલાચાલી બાદ કૂકરના ઘા દીકરીના માથે ઝીંકી દીધા હતાં. માથાના ભાગે દીકરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.
પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી
આ અંગે ચોક બજાર પોલીસ જાણ થતા તેમને તાત્કાલિક ફરિયાદ લીધી હતી અને સારવાર દરમિયાન હેતાલી બેન મુકેશ પરમાર મોડી રાતે મોત નીપજ્યું હતું. ત્યારે ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પુત્રીની હત્યા કરનાર પિતા મુકેશ પરમારની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં છેલ્લા 5 દિવસમાં એકબાદ એક હત્યાના બનાવ સામે આવતા કાયદો અને સ્થિતિ કથળતી હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App