બાપ દીકરીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો- 17 વર્ષીય દીકરીને સગા બાપે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

વડોદરા(Vadodara) જીલ્લાના વાઘોડિયા(Vaghodia) વિસ્તારમાં રહેતી 17 વર્ષીય દીકરીની માતાનું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. તેની માતાનું મૃત્યુ થતા તે દીકરીના માસીએ તેને પોતાની સાથે…

વડોદરા(Vadodara) જીલ્લાના વાઘોડિયા(Vaghodia) વિસ્તારમાં રહેતી 17 વર્ષીય દીકરીની માતાનું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. તેની માતાનું મૃત્યુ થતા તે દીકરીના માસીએ તેને પોતાની સાથે રાખી હતી. પરંતુ 2-3 મહિનામાં દીકરીના પિતા ઝઘડો કરી તેને લઈ ગયા હતા. આ નરાધમ પિતાએ વારંવાર પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચરતા હતા.

મળતી માહિતી અનુસાર તેના પિતાના વારંવાર દુષ્કર્મ આચરવાના કારણે દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતાં તેને સરદાર માર્કેટ પાસે છોડીને બાપ ભાગી ગયો હતો. તે દીકરી તેના 2 ફોઈ પાસે પહોચી પરંતુ તેમણે ના પડતા માસી પાસે પહોંચેલી દીકરીની વ્યથા સાંભળીને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

ત્યારબાદ માસીએ નરાધમ બાપ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 2 ફેબ્રુઆરીએ દીકરીએ માસીના ઘરે આવી જણાવ્યું હતું કે પિતા સરદાર માર્કેટ પાસે તેને છોડીને જતા રહ્યા છે અને કહીને ગયા છે કે તું તારી માસીના ઘરે જ રહેજે. દીકરીએ માસીને વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2021માં તે પિતા સાથે વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહેતી હતી. તેનો ભાઈ બહારગામ ગયો હતો. આ વખતે તેના પિતાએ તેનું ગળું દબાવીને મારી નાખવાની ધમકી આપી તેમજ રાતના સમયે ભાઈની ગેરહાજરીમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ નરાધમ પિતાએ તેની દીકરીને ધમકી આપતા કહ્યું હતું કે, આ અંગે જો કોઈને કહેશે તો તેને મારી નાખશે. ત્યાર બાદ તરત જ ભાડાનું મકાન ખાલી કરી ડિસેમ્બર-2021માં પિતા-પુત્રી અને તેનો ભાઈ બીજા મકાનમાં ભાડે રહેવા ગયાં હતાં. જોકે એ પછી પણ ભાઈની ગેરહાજરીમાં રાત્રિના સમયે નરાધમ પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ દરેક વાતની જાણ થતા માસીએ પોતાની ભાણકીને લઈને તરત જ નરાધમ પિતા સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર પાણીગેટ વિસ્તારમાંથી જ આરોપી પિતાની ધરપકડ કરી લેવાઈ છે. આ કેસ વધુ મજબુત બનવવા પુરાવા ભેગા કરી, વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *