જાપાની રાજદૂત શ્રીયુત સતોશી સુઝુકીએ SOU ની લીધી મુલાકાત – સરદાર સાહેબની પ્રતિમાને અર્પી ભાવાંજલી

ગુજરાત(gujarat): જાપાન(Japan)નાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત સતોશી સુઝુકી(Ambassador Mr. Satoshi Suzuki)એ આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને…

ગુજરાત(gujarat): જાપાન(Japan)નાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત સતોશી સુઝુકી(Ambassador Mr. Satoshi Suzuki)એ આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપી હતી. તે દરમ્યાન મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની મુલાકાત કરાવવાના આ શાંદર અવસર પુરો પાડવા બદલ આભાર વ્યકત કરૂ છુ. પ્રતિમાનો આકાર જોઇને હું અભિભુત છુ, સાથે આ પ્રતિમાને ભારતની એકતાના પ્રતિકરૂપે બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી(Prime Minister Narendra Modiji)ની પરીકલ્પનાથી હું પ્રભાવિત છુ.

જાપાનનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત સતોશી સુઝુકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

શ્રીયુત સતોશી સુઝુકીએ આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જે બાદ તેઓશ્રીએ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે ટુરીઝમ ઓફીસર શ્રી મોહિત દિવાન દ્વારા ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર શ્રી કુલદીપસિંહ વાળાએ શ્રીયુત સતોશી સુઝુકીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

રાજદૂતની સાથે જાપાની દુતાવાસનાં ફર્સ્ટ સેક્રેટરી સોનોયાકી કોબાયાશી, નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના વહીવટી સંચાલકશ્રી સતિષ અગ્નિહોત્રી,પ્રમોદ શર્મા,ગૌરવ શ્રીવાસ્તવ અને વિનિત રાજકુમાર જોડાયા હતા. ભારત ખાતેના જાપાની રાજદૂત યુત સતોશી સુઝુકીએ કહ્યું કે, સરદાર સાહેબની આ વિશાળ પ્રતિમાને ભારતની એકતાના પ્રતિકરૂપે બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પરીકલ્પનાથી હું પ્રભાવિત છુ. જાપાનનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત સતોશી સુઝુકીએ આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી અર્પી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *