ભોપાલ: 30 વર્ષની ઉંમરે પણ પુત્રી લગ્ન કરવાનો ઇનકાર કરી રહી હતી. આ વાતને લઈને પિતા સાથે દલીલ થતી રહેતી હતી. સોમવારે પણ માતા, પુત્રી અને પિતા વચ્ચે ઝઘડો થયો હતો. તેથી ગુસ્સે ભરાયેલા પિતાએ પુત્રીને ગોળી મારી દીધી હતી. મામલો સાગર જિલ્લાના બેહરોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝરૈ ગામનો છે. પુત્રી ભોપાલ કોલેજમાં બીફાર્મનો અભ્યાસ કરતી હતી. કોરોનાકાળમાં લોકડાઉન થયા બાદ કોલેજ બંધ થવાને કારણે તે તેના ગામ ઝરૈમાં રહેતી હતી. બીજી તરફ, પૂછપરછ દરમિયાન આરોપી પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, પુત્રી કોઈ કારણ વગર અવારનવાર અપશબ્દો કહેતી હતી.
મળતી માહિતી મુજબ, સોમવારે સવારે આઠ વાગ્યે માતા પુષ્પલતા વૈશ્ય આંગણામાં રોપાઓ રોપતી હતી. અશોક વૈશ્યએ રોપા રોપવાની ના પાડી હતી. આ બાબતે બંને વચ્ચે દલીલ શરુ થઈ હતી, ત્યારે પુત્રી અંકિતા ઉર્ફે અંકુ વૈશ્ય વચ્ચે આવી હતી. માતાની બાજુ લેતા અંકિતાએ પિતા સાથે દલીલ કરી હતી. તેથી ગુસ્સે ભરાયેલા પિતા અશોક વૈશ્ય અંદર ગયા અને 12 બોરની બંદૂક લાવ્યા અને પુત્રી તરફ નિશાનો લગાવ્યો હતો. બંદૂક જોઈ અંકિતા દોડીને રસોડામાં સંતાઈ ગઈ. રસોડામાં પહોંચ્યા બાદ પિતાએ અંકિતાને હાડકામાં ગોળી મારી દીધી હતી. અંકિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લગ્ન કરવાનો ઇનકાર કરવા બદલ અશોક તેના પર પહેલેથી ગુસ્સે હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અશોક તેની પુત્રી અંકિતાના લગ્ન કરાવવા માંગતો હતો. તે છોકરાને જોઈ રહ્યો હતો, પરંતુ પુત્રી લગ્ન ન કરવાની જીદ કરી રહી હતી. તેને કારણે પિતા અને પુત્રી વચ્ચે તકરાર થઈ હતી. આરોપી પિતા અશોકને અંકિતા સહિત ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. ગામ લોકોના જણાવ્યા મુજબ, અશોક ખેડૂત છે. ઘટના દરમિયાન અંકિતાનો ભાઈ, કાકા અને અન્ય સભ્યો લગ્નના સમારોહમાં જોડાવા માટે સગાના ઘરે ગયા હતા.
બંદા SDOP ઉમરાવ સિંહે જણાવ્યું કે, પિતાએ પુત્રીને ગોળી મારીને હત્યા કરી હતી. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, પુત્રી કોઈ કારણ વગર ઘણી વાર અપશબ્દો કહેતી હતી, તેથી તેની હત્યા કરી હતી. જોકે, હત્યા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.