બાઈકને અડફેટે લેતા પિતા-પુત્ર અને પિતરાઈનાં દર્દનાક મોત થતા આણંદ હાઈવે થયો લોહીલુહાણ

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. આણંદમાં આવેલ સમારખા ચોકડી તથા એની નજીક ને.હા. નં.8 ખુબ ભયંકર જીવલેણ અકસ્માત માટે કુખ્યાત થઈ ચુક્યો છે. ઘણીવાર અહીં બનતા અકસ્માતની ઘટનાએ અનેક પરિવારોને સ્વજન વગરના કરી દીધાં છે.

અહીં રોડ સેફટી માટે હાઇવે ઓથોરિટી તેમજ પોલીસ વિભાગ યોગ્ય વ્યવસ્થા કરે એવી લોક માગ ઊઠી રહી છે ત્યારે ગઈકાલે એટલે કે, 15 ઓગસ્ટે એક જીવલેણ અકસ્માતમાં એક જ પરિવારના 2 પિતરાઈ ભાઈ તથા એક બાળકનું કમકમાટીભર્યું મોત થતાં નાગરિકોમાં પણ આઘાતની લાગણી જોવા મળી રહી છે.

રાવળપુરા-બોરિયાવી વચ્ચે અકસ્માત સર્જાયો:
ખેડા જિલ્લામાં આવેળ નડિયાદ તાલુકાના કણજરી તાબે લક્ષ્મીપુરામાં રહેતા ચંદુભાઈ પરમારનો દીકરો હરેશ પરમાર તેના ભાઈ રઈજીભાઈ પરમારના દીકરો જયેશ પરમાર અને જયેશભાઇનો દીકરો હર્ષ બાઇક પર સવાર થઈને સમારખા ગામમાં આવેલ ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.

ત્યાંથી દર્શન કરીને પરત ફરતી વેળાએ નેશનલ હાઇવે નં.8 પર રાવળપુરા-બોરિયાવી વચ્ચે બાજુનાં રોડ ઉપર ગફલતભરી રીતે ધસમસતા જતા ટેન્કરે આ બાઈકને ભયંકર રીતે અડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આમ, પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

ઘટનાસ્થળે જ ત્રણેનાં મોત થયાં:
અકસ્માતની આ ઘટનામાં ઘટનાસ્થળ પર 2 સગા કાકાના દીકરા જયેશભાઇ તથા હરેશભાઇ અને જયેશભાઇના દીકરા હર્ષના કમકમાટીભર્યાં મોત થયા હતાં. મૃતકોને એમ્બ્યુલન્સમાં આણંદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા હતા.

12:30 વાગ્યાનાં સુમારે દુર્ઘટના સર્જાઇ:
મૃતકોના ફોઈના દીકરા નિમેષ વાઘેલા જણાવે છે કે, આ ઘટના સંદર્ભે તેઓ ઘટનાસ્થળ પર ગયા એ સમયે 12:30 વાગ્યાના સુમારે સર્જાયેલ ઘટનામાં મારા મામાના દિકરા જયેશકુમાર રઇજીભાઇ પરમાર અને તેમનો દીકરો હર્ષ તેમજ મારા મામાનો દીકરો હરેશકુમાર ચંદુભાઇ પરમાર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.

આ ત્રણેયને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળ પર મોતને ભેટ્યા હતા. તેમના મૃતદેહોની આગળ એક ટેન્કર (નંબર GJ-27-U-3953) ઊભૂ હતુ. આ ટેન્કરની કેબીનના પાછળના વ્હીલ આગળ મારા મામાના દીકરાનું બાઇક હીરો સ્પ્લેન્ડર (નં. GJ-07-CJ-3790) ભરાઇ ગયેલુ હતુ.

ટેન્કરે પાછળથી ટક્કર મારી:
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ માર્ગે ધસમસતી જતી ટ્રક ટેન્કરના ચાલકે પૂરઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી હતી. આગળ જતાં બાઇક ઉપર જતા હરેશકુમાર ચંદુભાઇ પરમાર, જયેશકુમાર રઇજીભાઇ પરમાર અને હર્ષ જયેશકુમાર પરમારના બાઇકને પાછળથી ટક્કર મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *