થોડા દિવસ બાદ એટલે કે, 17 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન મોદી (PM Narendr Modi) નો જન્મદિવસ (Birthday) નજીક આવી રહ્યો છે ત્યારે બે દિવસ બાકી રહ્યા છે. વડાપ્રધાનના જન્મ દિનની ઉજવણી (Birthday Celebration) નિમિત્તે સમગ્ર રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.
વિશ્વ રેકોર્ડમાં નોંધાયું છે નામ:
આ બંને કલાકારોએ લોખંડના ભંગારમાંથી PM નરેન્દ્ર મોદીની 14 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. આ બંને કલાકારો પિતા તથા પુત્રએ મળીને મૂર્તિ બનાવી છે. પિતાનું નામ કટુરી વેંકટેશ્વર રાવ તેમજ પુત્રનું નામ રવિચંદ્ર હોવાનું જાણવા મળ્યું છે. બંને તેનાલી નગરમાં ‘સૂર્ય શિલ્પશાળા’ ચલાવી રહ્યા છે.
મૂર્તિ અને સ્કલ્પચર બનાવવા માટે પ્રખ્યાત:
પિતા તથા પુત્રની આ જોડી મૂર્તિ તથા સ્કલ્પચર બનાવવા માટે ખુબ જાણીતા બન્યા છે ત્યારે બંને બેકાર સામગ્રી, સ્ક્રેપ આયર્ન, ખાસ કરીને તો નટ તથા બોલ્ટનો ઉપયોગ કરીને તેમના આર્ટવર્ક બનાવી રહ્યા છે. કટુરી વેંકટેશ્વર રાવ જણાવે છે કે, લોખંડના શિલ્પો બનાવવાના ક્ષેત્રમાં અમે આંતરરાષ્ટ્રીય માન્યતા રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં અમે 100 ટન આયર્ન સ્ક્રેપનો ઉપયોગ કરીને કલાકૃતિઓ બનાવી છે.
વિશ્વ રેકોર્ડમાં નોંધાયું નામ:
વેંકટેશ્વર રાવ જણાવે છે કે, હાલમાં તેમણે 75,000 નટનો ઉપયોગ કરીને કુલ 10 ફૂટ ઊંચું મહાત્મા ગાઁધીનું સ્કલ્પચર બનાવ્યું હતું. આ પોતે જ એક રેકોર્ડ છે. આ જોયા પછી બેંગલૂરુની એક સંસ્થાએ અમારી પાસે PM નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યૂ બનાવવાની વાત જણાવી હતી. રાવના જણાવ્યા મુજબ, PM નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યૂ બનાવવા માટે 2 મહિનાનો સમય લાગ્યો હતો. આ બનાવવા માટે વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.