નહીવત રૂપિયા માટે માતા-પિતાએ નવજાત બાળકને જન્મની સાથે જ વેચી દીધી- ઘટના જાણી તમે પણ ગદગદ થઇ જશો

એવું કહેવામાં આવે છે કે, કોઈ વ્યક્તિ પૈસાના લાલચમાં કંઇ પણ કરી શકે છે. પરંતુ આ સાંભળવું અજુગતું લાગશે કે, કોઈ તેના બાળકને વેચી દે છે. બિહારથી હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ફેલાયેલી આ નિર્દોષ બાળકની વાર્તા તમને પણ આશ્ચર્યચકિત કરશે. બિહારના મુઝફ્ફરપુરમાં રહેતા લોભી માતા-પિતાએ પોતાના જ બાળકનો સોદો કર્યો.

આ માસુમ બાળકે જયારે આંખ ખોલી ત્યારે માતાનો ખોળો બદલાઈ ગયો હતો. આ માસુમ બાળકને ખબર પાન ન હતી કે, તેની સાથે શું થઇ રહ્યું છે? આ ઉપરાંત બીજી બાજુ આ બાળકને ખરીદવા વાળા માતા-પિતા ખુબ જ ખુશ હતા અને બાળકને તેના જુના માતા-પિતાથી દુર લઇ જવા માંગતા હતા. પરંતુ, તેની રકમ જાણીને સંપૂર્ણ રમત બગડી હતી.

જે દંપતીને એક પુત્ર હતો તેનું નામ ગોવિંગ અને પૂજા છે. આ દંપતી બિહારના મુઝફ્ફરપુરનું છે. બંને લાંબા સમયથી ગુરુગ્રામમાં રહેતા હતા. ગોવિંદ અહીં કામ કરતો હતો. કામ દરમિયાન તેની મુલાકાત રમણ સાથે થઇ. જે મધુબાનીની રહેવાસી છે. રમને જણાવ્યું હતું કે, તેના એક સબંધીની જેની ઉંમર આશરે 50 વર્ષ છે, લગ્નના 25 વર્ષ પછી પણ તેને કોઈ સંતાન નથી. રમને કહ્યું જો તારે સંતાનમાં પુત્ર હશે, તો અમારા સબંધી તમારા બાળકને ખરીદી લેશે.

ગોવિંદે તેની પત્ની પૂજાને આ સોદા વિશે જણાવ્યું હતું. સગર્ભા પૂજા પણ પૈસાના લોભમાં બાળકને વેચવાની સંમતિ આપી હતી, જે બાળકે હજી સુધી દુનિયામાં પ્રવેશ પણ કર્યો નથી. 10 જૂને પૂજાએ ગુરુગ્રામમાં આ બાળકને જન્મ આપ્યો હતો. તે પછી બાળકના પિતા ગોવિંદે રમણને કહ્યું કે, તેનો એક પુત્ર છે અને તે તેના બાળકને વેચવા તૈયાર છે. રમને આ સમાચાર તેમના સંબંધી વિદ્યાનંદ યાદવને આપ્યા, જે બિહારના મધુબનીના છે. બાળકના સમાચાર સાંભળીને વિદ્યાનંદે તેની બે વીઘા જમીન વેચી દીધી અને બે લાખ રૂપિયાની રકમ ભેગી કર્યા બાદ ગુરુગ્રામ આવ્યા.

અહીં તે રમણ અને તેના સાથી હરપાલને મળ્યો. આ બાળકનો સોદો દિલ્હીના આયા નગરમાં રહેતા હરપાલના ઘરે થયો હતો. અહીં બાળકને સાડા ત્રણ લાખ રૂપિયામાં વેચવાની વાત કરવામાં આવી હતી. બંને પક્ષો આ અંગે સંમત થયા હતા. વિદ્યાનંદે બાળકના માતા-પિતાને 2 લાખ રોકડા અને 1.5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્યારબાદ તેઓ ત્યાંથી બાઈક લઈને રવાના થઇ ગયા હતા.

વિદ્યાનંદે આ ચેક 18 જૂનનો આપ્યો હતો. પરંતુ ગોવિંદ અને પૂજાએ આ ચેક 15 જૂને જ આપી દીધો. કારણ કે, ચેક પરની તારીખ આગળની નાખી હતી. તેથી તેમને બેંકમાંથી પૈસા મળી શક્યા નહીં. ગોવિંદ સમજી ગયો કે, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ પછી તેણે રમણને ફોન કર્યો, પણ તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. ત્યારબાદ ગોવિંદને વધુ શંકા થાવ લાગી. જ્યારે તે હરપાલના ઘરે પહોંચ્યો ત્યારે તેને ત્યાં પણ કોઈ મળ્યું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *