આણંદમાં સીએનજી પમ્પ પર અચાનક આગ લાગતા ભયનો માહોલ

Anand Car Accident: આણંદ પાસે તારાપુરના સાંઢ ગામના એક સીએનજી પમ્પ પર કારમાં આગ લાગી જવાની ઘટના સામે આવી છે. એક કારમાં સીએનજી (Anand Car Accident) ભરતી વખતે નોઝલ બહાર કાઢતી વખતે અચાનક કારમાં આગ ફાટી નીકળી હતી અને ગેસ પંપ માલિકે પોતાની પાસે હાજર રહેલા ફાયર સેફટી ના સાધનો તેમજ રેતી અને પાણી દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.

ફાયર બ્રિગાડને જાણ કરવામાં આવી
જ્યારે કોલ મળ્યો તરત જ ઘટના સ્થળે ટીમ હાજર થઈ ગઈ હતી. ગેસ રિફિલિંગ વખતે લાગેલી અચાનક આગને લીધે કાર સંપૂર્ણ રીતે બળી ગઈ હતી આ ઉપરાંત સીએનજી પમ્પ ને પણ ભારે નુકસાન થયું હતું.

સમગ્ર વિસ્તારમાં મચી ગઈ દોડધામ
આ આગ લાગવાની ઘટનાના સમાચાર ફેલાવાને લીધે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમુક લોકોના ટોળા cng પંપ તરફ ઉમટી પડ્યા હતા.

જોકે હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે સબ નસીબે કોઈની જાનહાની થઈ નથી.