MLA Kumar Kanani: સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વારંવાર પત્ર લખી સરકાર સામે ઉભા રહે છે ત્યારે ફરી એકવાર ધારાસભ્ય કુમાર કાનાણીએ(MLA Kumar Kanani) પત્ર લખી તંત્રના કાન આમળવાનો ફરી પ્રયાસ કર્યો છે. શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા સુરત મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે.
ભારે વરસાદને લઈને રસ્તા ઉપર ખાડા પડી જવાથી શહેરીજનો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે જનતા તરફથી કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશનરની ખાડા સામ્રાજ્યમાંથી મુક્ત કરવા માટે પત્ર લખ્યો હતો આ પત્રમાં તેમણે લખ્યું હતું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદને કારણે લોકો સહન ન કરી શકાય સહન ન કરી શકે તેવા અસહ્ય ત્રાસતાયક રસ્તાઓનું ધોવાણ થયું છે અને શહેરમાં ખાડાઓનો સામ્રાજ્ય ઊભું થયું છે જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક સિગ્નલનું લોકો પાલન કરી રહ્યા છે.
ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેના લોકો અમલીકરણ પણ કરે છે પરંતુ 60 સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોને ગાડી ચાલતી નથી વધુમાં તેમણે લખ્યું છે કે ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલા તો સિગ્નલ બંધ થઈ જાય છે. ખાડાઓના કારણે ભારે ટ્રાફિકજામ ની સમસ્યા ઊભી થાય છે. જેના કારણે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી. જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતા સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રીપેર કરવા મારી માંગણી છે.
ત્યારે આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું છે કે મ્યુ.કમિશનરનું અધિકારીઓ સાંભળતા નથી. બે દિવસની અંદર ખાડા પૂરવા કહ્યું છે જો નહિ ખાડા પુરાય તો હું આગળ નો કાર્યક્રમ આપીશ. ખાડા તો પુરવા જ પડશે. મ્યુ.કમિશનર પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરી શક્તા નકરી
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App