Electric Pole Viral Video: આંધ્રપ્રદેશના પાર્વતીપુરમ માન્યમમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મંગળવારના રોજ માંડુ બાબુ નામનો વ્યક્તિ નશાની હાલતમાં વીજળીના થાંભલા પર ચડી ગયો અને વીજળીના તાર ઉપર જ સુઈ (Electric Pole Viral Video) ગયો હતો. જાણકારી અનુસાર માંડુ બાબુ પોતાની માતા પર પૈસા આપવાનો દબાણ કરવા માટે વીજળીના થાંભલા પર ચડી ગયો અને વીજળીના તાર પર જ બેડ બનાવી સુઈ ગયો હતો.
વીજળીના થાંભલા પર ચડ્યો યુવક
ઘટનાના સમયે આ વ્યક્તિ સંપૂર્ણ રીતે નશામાં હતો અને તેની આ હરકત ખતરનાક હતી. ગામના લોકો તે વ્યક્તિ પાસે પહોંચ્યા પરંતુ તેણે તેની વાત માની ન હતી. અને થાંભલા પર ચડી ગયો હતો. લોકોને ડર હતો કે જો તે વીજળીના કારણે અડી જશે તો તેના જીવને જોખમ થશે. તેના બાદ તેમણે તરત ટ્રાન્સફોર્મરને બંધ કરી દીધું, જેથી વીજળી પ્રવાહ રોકી શકાય.
યુવક તેમ છતાં ઉપર ચડતો રહ્યો અને છેલ્લે તે વીજળીના તાર પર લટકવા લાગ્યો. કેટલાક સમય માટે તે હવામાં ઝૂલતો દેખાયો અને લોકો ડરેલા હતા. તેમનો ડર હતો કે તે પડી શકે છે અને ગંભીર રીતે ઘાયલ થશે. જોકે યુવક નશામાં હોવાને લીધે કોઈ પણ પ્રકારની ચેતવણી કે મદદનો જવાબ આપી રહ્યો ન હતો. આ બાદ ગામ વાળાઓએ આ પરિસ્થિતિને સંભાળતા યુવકને નીચે લાવવામાં સફળ રહ્યા. વીજળી સપ્લાયને બંધ કરી તેમણે તેમને તારોથી પાછો સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો. આ ડ્રામાનો એક વિડીયો વાયરલ થઈ ગયો છે.
మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు
మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించిన ఓ తాగుబోతు
మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు
అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు.… pic.twitter.com/0p7xLgvEm6
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024
પોલીસ કરી રહી છે તપાસ
ઘટના બન્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે યુવક નશાની હાલતમાં વીજળીના થાંભલા પર ચડવાને કારણે એક મોટી દુર્ઘટના બની હોત પરંતુ સ્થાનિક લોકોના ત્વરિત નિર્ણય અને સાહસિક ઉપાયોને લીધે તેનો જીવ બચી ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App