તાજેતરમાં જ એક ધ્રુજારી કરાવી દેતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેણે જાણીને તમે ચોકી ઉઠશો અને બોલી પડશો, કે શું માણસાઈ એટલી બધી હદે નિમ્ન કક્ષા સ્તરે જઈ ચુકી છે? બાળકોને ટ્યુશન કરાવવા આવતી 29 વર્ષની એક સ્વરૂપવાન ટીચરને બાળકના પિતા દીલ દઈ બેઠા હતા. શરુઆતમાં મામલો એક તરફી પ્રેમનો હતો પણ ધીરે ધીરે ટીચરને પણ પ્રેમ થઇ ગયો. અને પછી તો શરૂઆત થઇ ગઈ પ્રેમ સફરની…
ટીચર અને બિઝનેસમેન ભાન ભૂલીને શરીરની ભૂખ મીટાવવા લાગ્યા. બિઝનેસમેન પોતાનાથી 10 વર્ષ નાની ટ્યુશન ટીચરના પ્રેમમાં એટલો પાગલ હતો કે, તેનો બધો ખર્ચ ઉઠાવતો હતો. સુંદર દેખાવવા માટે ટ્યુશન ટીચર જે દવાઓ લેતી હતી તેનો ખર્ચ પણ બિઝનેસમેન ઉઠાવતો હતો. બિઝનેસમેનની પત્નીને ખબર ન પડી જાય તેનું ધ્યાન પણ રાખતી.
ઘટના કઈક આવી છે કે, રાજસ્થાનના અલવર જીલ્લાના તતરાપુર વિસ્તારમાં ગત તારીખ 16મી માર્ચના રોજ એક પ્લાસ્ટિકની કાળી અને મોટી થેલીમાં એક યુવતીની લાશ મળી આવી હતી. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીનું ગળું દબાવીને હત્યા થયાનો ખુલાસો થયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારી વિજય ચંદેલના નેતૃત્વમાં એક ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે પોતાના બાતમીદારોના નેટવર્કને પણ સક્રિય કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
શરુઆતમાં જ પોલીસે શોધી કાઢ્યું કે, જેની હત્યા કરાઈ હતી તે યુવતીનું નામ પ્રિયંકા બહલ હતું અને યુવતી નવી દિલ્હીની રેહવાસી હતી અને તે શિક્ષિકા હતી. યુવતી 14 માર્ચે પૈસા કાઢવા માટે ઘરેથી બેંક જવાનું કહીને નીકળી હતી, પણ પછી તે ક્યારેય ઘરે પાછી આવી નહોતી. તપાસમાં સીસીટીવી ફુટેજમાં પોલીસે એક કારની ઓળખી કરી હતી. જેના આધારે પોલીસે દિલ્હી અને ગાઝિયાબાદના અનેક સ્થળો પર રેડ પાડી ચાર લોકોની ધરપકડ કરી હતી.
પ્રિયંકા બહલ નામની યુવતી દિલ્હીના ટેક્સટાઈલ બિઝનેસમેન કપિલ ગુપ્તાના ઘરે તેમના બાળકને ટ્યુશન કરવા માટે આવતી હતી. આ દરમિયાન પ્રિયંકા અને કપિલ ગુપ્તા વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. અને પ્રિયંકા લગ્નની જીદ કરવા લાગી હતી. પ્રિયંકાને કપિલ સાથે લગ્ન કરવાનું ઝુનુંન સવાર થઈ ગયું હતું કે, તેણે કપિલની પત્ની સુનૈનાનું મર્ડર કરવાનો પણ પ્લાન બનાવી નાખ્યો હતો. અને જ્યારે કપિલને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ ગભરાઈ ચુક્યો હતો. અને તેને સુનૈનાને બધી જ વાતો જણાવી દીધી હતી, ત્યાર પછી કપિલ અને સુનેરા એ પોતાના ઘરના નોકરો સાથે મળીને પ્રિયંકાની ક્રૂર હત્યા કરી નાખી.
મળતી માહિતી પ્રમાણે બીઝનેસમેન અને પ્રિયંકા વચ્ચે સાત વર્ષ સુધી અફેર હતું. અને તેઓ બન્ને રિલેશનશિપમાં હતાં. બિઝનેસમેન પ્રિયંકાને ફરવા પણ લઈ જતો હતો, પોલીસ તપાસ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, સાત વર્ષમાં તે પ્રિયંકા પર 40 લાખ રૂપિયાનો ખર્ચો કરી ચૂક્યો હતો. પ્રિયંકા સુંદર દેખાવા માટે દર મહિને 20,000 રૂપિયાની દવા લીધી હતી જેનો તમામ ખર્ચ કપિલ ઉઠાવતો.
ત્યાર પછી પોલીસ તપાસ અધિકારી અને ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, પોલીસે હત્યાના આરોપમાં જધીના આનંદવિહાર માં રહેતા કાપડના વેપારી કપિલ ગુપ્તા તેમની પત્ની સુનેના ગુપ્તા અને નોકર રાજકિશોર યાદવ અને સચિન દેવલ ની ધરપકડ કરી હતી. મર્ડર પ્લાનમાં કોઈને શંકાના જાય તે માટે બિઝનેસમેને પોતાની પત્નીને પણ સાથે લીધી હતી. બપોરે 3 વાગ્યે નવી દિલ્હીથી કાર હંકારી રાજસ્થાનના અલવર પાસે તતારપુર વિસ્તારમાં લાશને ફેંકી દીધી હતી. લાશને ફેંક્યા બાદ બધા રાત્રે 11.30 વાગ્યે દિલ્હી પાછા આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.