પ્રાઈવેટ ટ્યુશન કરાવવા ઘરે આવેલા યુવક સાથે દીકરી ને વાંધાજનક સ્થિતિમાં જોઈ ગયા પિતા- ગુસ્સામાં પોતાની જ દીકરીને આપ્યું દર્દનાક મોત

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લા (Banda, Uttar Pradesh) માં એક પિતાએ પોતાની જ સગીર પુત્રીની હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા અનુસાર, તેની પુત્રીને ઘરે આવીને પ્રાઈવેટ ટ્યુશન (Private tuition) ભણાવતા શિક્ષક સાથે અફેર ચાલતું હતું. આ વાતથી નારાજ પિતાએ ગુસ્સામાં આવીને દીકરીની બંદૂકથી વીંધી નાખી અને લાશ ઘરની પાછળના રૂમમાં રાખી દીધી. આ કેસમાં પોલીસે સગીરાના પ્રેમી અને તેના પિતાની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

28 મેના રોજ બાંદા જિલ્લાના એક ગામમાં એક સગીર છોકરીનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. તેના શરીર પર ઘાના નિશાન હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી મારીને હત્યા થયાની પુષ્ટિ થઈ છે. અહીં પરિવારના સભ્યોની તહરીર પર કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ ઓનર કિલિંગ પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકના સ્વજનો સ્થળ પરથી ગાયબ હતા. આ અંગે પોલીસને વધુ શંકા ગઈ હતી. એસપી અભિનંદને મામલાની તપાસ માટે બે ટીમો બનાવી હતી. સગાંસંબંધીઓની કડક પૂછપરછ કરતાં મામલા પરથી પડદો ઊંચકાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સગીર અને ટ્યુશન ટીચર સ્કૂલમાં સાથે ભણતા હતા. તે મૃતકના નાના ભાઈ-બહેનને ટ્યુશન ભણાવવા ઘરે આવતો હતો. દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. એક દિવસ પિતાએ દીકરીને વાંધાજનક સ્થિતિમાં જોઈ અને ગુસ્સામાં તેના પર ગેરકાયદેસર હથિયાર વડે ગોળી મારીને દીકરીની હત્યા કરી નાખી.

આ મામલામાં બાંદાના એએસપી લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે, થાણા કમાસિન ગામમાં એક બાળકીનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટનામાં યુવતીના પ્રેમી અને તેના પિતાની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *