પતિ છે તેવું કહીને બોયફ્રેન્ડ સાથે કવારંટાઈન થઈ ગઈ મહિલા પોલીસ, જયારે પત્નીને ખબર પડી ત્યારે થયું ન થવાનું

મહારાષ્ટ્રના નાગપુરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલા કોન્સ્ટેબલે તેના બોયફ્રેન્ડને પતિ બનવાનું કહ્યું હતું જેથી તેણી તેની સાથે કવારંટાઈન રહી શકે. આ…

મહારાષ્ટ્રના નાગપુરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલા કોન્સ્ટેબલે તેના બોયફ્રેન્ડને પતિ બનવાનું કહ્યું હતું જેથી તેણી તેની સાથે કવારંટાઈન રહી શકે. આ કેસ પણ ખૂબ જ રસપ્રદ રીતે બહાર આવ્યો હતો.

ખરેખર, આ બજાજ નગર પોલીસ સ્ટેશનનો કિસ્સો છે, એક મહિલા કોન્સ્ટેબલને તેના કર્મચારીની માંથી એક કર્મચારી કોરોના પોઝિટિવ આવવાને કારણે તેને ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલે કવારંટાઈન સેન્ટરને કહ્યું હતું કે તેનો પતિ પોસ્ટલ વિભાગમાં નોકરી કરે છે, તેણીને પણ અલગ રાખવી જોઈએ.

પીટીઆઈના અહેવાલ મુજબ તેણે તેના પતિને બદલે તેની સાથે તેના બોયફ્રેન્ડને કવારંટાઈન રખાવી દીધો. પ્રેમી પરિણીત હતો, જ્યારે તે ત્રણ દિવસ સુધી ઘરે ન પહોંચ્યો ત્યારે તેની પત્નીને આ વાતની ખબર પડી.

જ્યારે તેની પત્ની ક્વોરેન્ટાઇન સેન્ટર પહોંચી ત્યારે તેને અંદર જતી અટકાવી હતી. અંતે તે બજાજ નગર પોલીસ મથકે પહોંચી અને પતિની ફરિયાદ નોંધાવી. આ પછી, પોલીસે ડો.ભુષણકુમારને આ કેસની તપાસના આદેશ આપ્યા હતા.

આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ અપરિણીત છે અને તેને સહકર્મી દ્વારા કોરોના વાયરસની પુષ્ટિ થયા પછી તેને ક્વોરેન્ટાઇનમાં રાખવાની હતી, જ્યારે તેને અન્ય વ્યક્તિ સાથે ક્વોરેન્ટાઇન ખસેડવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું કે મહિલાને પાછળથી ખબર પડી કે તે જે વ્યક્તિનો પતિ તરીકે ઉલ્લેખ કરી રહી છે તે તેનો પ્રેમી છે જે ટપાલ વિભાગમાં નોકરી કરે છે. આ પછી જ્યારે મામલો સામે આવ્યો ત્યારે બંને છુટા થઈ ગયા હતા. વ્યક્તિને બીજા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *