નવ મિનિટની દિવાળીમાં તમામ હદો થઈ પાર, કોઈ બન્યું ભુત તો કોઈએ કર્યું આવું ….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ જંગમાં દેશમાં એકતા દેખાડવા માટે લોકોને પાંચ એપ્રિલની રાત્રે 9 વાગ્યે નવ મિનિટ માટે દીપક મીણબત્તી અને મોબાઇલની ફ્લેશ ચાલુ કરવાની…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ જંગમાં દેશમાં એકતા દેખાડવા માટે લોકોને પાંચ એપ્રિલની રાત્રે 9 વાગ્યે નવ મિનિટ માટે દીપક મીણબત્તી અને મોબાઇલની ફ્લેશ ચાલુ કરવાની અપીલ કરી હતી. પરંતુ કેટલાક લોકોએ તેને ઉજવણીનો માહોલ ઊભો કર્યો હતો અને આતશબાજી પણ કરી હતી.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ઝડપથી વાયરલ થયો છે જેમાં લોકો મસાલ જલાવી ગલીઓમાં નાચતા જોવા મળી રહ્યા છે આ દરમિયાન ડીજે પર જોરથી અવાજ માં ગો કોરોના ગો પણ વાગી રહ્યું છે.

જોકે આ નક્કી નથી થઇ રહ્યું છે તે આ વિડીયો ક્યાંનો છે પરંતુ આ ફેસબુક ઉપર ઝડપથી વાયરલ થયો છે જેમાં લોકો આગ સાથે રમત રમતા નજર આવી રહ્યા છે. અમે પણ આ વિડીયોની સત્યતાની પુષ્ટિ નથી કરતા.

એક વધારે વીડિયો સોશિયલ મીડિયા પર આ સમય વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિની કથિત રીતે પોતાના જ ઘરમાં ભૂત બનીને ફરવા લાગ્યો.જ્યારે આખા ભારતમાં તમામ લોકો ઘરની લાઈટો બંધ કરી છત પર દેવો કે ટોર્ચર સળગાવી રહ્યા હતા એ વખતે જ એક વ્યક્તિએ પોતાના ઘરમાં અંધારામાં ભુત ના ઘાટ માં હાથમાં લઈ ફરી રહ્યો હતો અને બેકગ્રાઉન્ડમાં ગુમનામ હે કોઈ ગીત વાગી રહ્યું હતું. આ વિડીયો બેંગલોરનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાંચ એપ્રિલની રાત્રે કોરોનાવાયરસ એકતા દર્શાવવા માટે ઘણી જગ્યાઓએ તેને દિવાળીની જેમ ઉજવવામાં આવી હતી અને ખૂબ ફટાકડા ફોડવામાં આવ્યા પીએમ મોદીએ તમામ લોકોને સોશિયલ distance રાખવા માટે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *