Ahmedabad Accident News: અમદાવાદ શહેરમાં તેજ રફતારે વધુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે. ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી ગુરુવાર બપોરના સમયે ઘરેથી નીકળી રિવરફ્રન્ટ થઈને બંદોબસ્તમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન રિવરફ્રન્ટ (Ahmedabad Accident News) પાર્ક પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
વાહન ચાલકે ટક્કર મારતા થયું મોત
શહેરમાં કેટલાક સમયથી એક પછી એક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં બેફામ ડ્રાઇવિંગે અનેક નિર્દોષ લોકોના જીવ લીધા છે. ગુરુવારે બપોરના સમયે આવો વધુ એક બનાવો સામે આવ્યો છે. શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેન ડાભી બપોરે 3:15 વાગ્યાની આસપાસ તેમના ઘર ભુદરપુરાથી રિવરફ્રન્ટ થઈને સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં જઈ રહ્યા હતા.
તે દરમિયાન રિવરફ્રન્ટ પાર્ક પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આરોપીની તપાસ શરૂ કરી
સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
જોકે મહત્વની બાબત તો એ છે કે, કરોડોના ખર્ચે બનાવેલા રિવરફ્રન્ટ પર સીસીટીવીના અભાવે પોલીસ હજી સુધી અકસ્માત કરનાર વાહન ચાલકને શોધી શકી નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સહિતનો સ્ટાફ આરોપીને પકડવા માટે કામે લાગ્યો છે. જોકે આરોપીને પકડવામાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે છે તે જોવુ રહ્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App