મહિલા ટીચરે ચાલુ ક્લાસરૂમમાં ભોજપુરી ગીત પર લગાવ્યા ઠુમકા, જુઓ વાયરલ વીડિયો

Viral Teacher Dance: ક્લાસરૂમ એ શીખવવા અને શીખવા માટેની જગ્યા હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ શિક્ષક ત્યાં ડાન્સ કરે તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થવાની પ્રબળ શક્યતા છે. હાલમાં ક્લાસરૂમમાં ડાન્સ કરતી એક મહિલા શિક્ષિકાનો વીડિયો (Viral Teacher Dance) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં તે જાંબલી રંગની સાડી પહેરીને ભોજપુરી ગીત પર ફુલ એનર્જી સાથે ડાન્સ કરતી જોવા મળે છે.

ક્લાસરૂમમાં ડાન્સ કરતી શિક્ષિકાનો વિડીયો થયો વાયરલ
ક્લાસરૂમમાં ડાન્સ કરતી મહિલા શિક્ષિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જાંબલી રંગની સાડી પહેરીને ભોજપુરી ગીત પર જબરજસ્ત એનર્જી સાથે ડાન્સ કરતી જોવા મળે છે.કેટલાક યુઝર્સને આ પરફોર્મન્સ અશ્લીલ પણ લાગી રહ્યું છે. વીડિયોમાં મેડમ ભોજપુરી ગીત પર બેફિક્ર ડાન્સ કરતી જોવા મળે છે. આ રીલ @vishoo_50 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

લોકોએ વરસાવી કમેન્ટ
વીડિયોના સબટાઈટલમાં યૂઝરે વીડિયો પર કમેન્ટ કરતા ‘આજ કલ કી મેડમ’ લખ્યું છે.આ વીડિયો જોઇ કેટલાક યુઝર્સ કમેન્ટમાં ટીચરની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે ઘણા લોકો માને છે કે શિક્ષાના મંદિરમાં શિક્ષકે તેની મર્યાદામાં રહીને કંઈપણ કરવું જોઈએ. આ વીડિયોને 15 લાખથી વધુ વ્યૂઝ પણ મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Vishal Patel6162 (@vishoo_50)

આ વિડીયો અંગે અનેક સવાલો ઉભા થયા
કેટલાક યુઝર્સને આ પરફોર્મન્સ અશ્લીલ પણ લાગી રહ્યું છે. વીડિયોમાં મેડમ ભોજપુરી ગીત સાન-ભાન ભૂલી ગયા હોય તે રીતે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેને ડાન્સ કરતો જોઈને ક્લાસમાં હાજર તમામ છોકરીઓએ પણ તેના માટે તાળીઓ પાડી છે, જો કે આ રીતે ટીચરનો ચાલુ કલાસમાં વિદ્યાર્થીઓ સામે ભણાવવાને બદલે ડાંસ કરવું કેટલું વ્યાજબી છે તે સવાલ અવશ્ય ઉભો થાય છે.