Femina Miss India 2023: સૌંદર્ય સ્પર્ધા ફેમિના મિસ ઈન્ડિયાને વિનર મળી ચુક્યા છે. 19 વર્ષની નંદિની ગુપ્તા(Nandini Gupta)એ મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો છે. બ્યુટી વિથ બ્રેઈન નંદિની ગુપ્તા રાજસ્થાન(Rajasthan)ની રહેવાસી છે. તે દેશની 59મી મિસ ઈન્ડિયા તરીકે ચૂંટાઈ હતી. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સિની શેટ્ટી(Sini Shetty)એ આ ખાસ અવસર પર નંદિનીને તાજ પહેરાવ્યો હતો.
કોણ બન્યું રનર-અપ?
બ્લેક ગાઉનમાં નંદિનીએ પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી બધાને દિવાના બનાવી દીધા હતા. રાજસ્થાનની નંદિની ગુપ્તાને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હીની શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ બની હતી અને મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકન્ડ રનર અપ હતી.
સૌંદર્ય સ્પર્ધામાં દેશભરની છોકરીઓએ ભાગ લીધો હતો, પરંતુ નંદિનીએ સૌને માત આપીને ‘સૌંદર્યનો તાજ’ જીત્યો છે. માત્ર 19 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બનીને નંદિની ઘણી યુવતીઓ માટે પ્રેરણા બની ગઈ છે. મિસ ઈન્ડિયા બન્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડની આગામી સિઝનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
કોણ છે નંદિની ગુપ્તા?
મિસ ઈન્ડિયા 2023 નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટા શહેરની રહેવાસી છે. તેણે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન અનુસાર નંદિની પ્રિયંકા ચોપરાને પોતાની આઈડલ માને છે. તે અભિનેત્રીથી ખૂબ પ્રેરિત છે.
આ વખતે મણિપુરમાં ફેમિના મિસ ઈન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્તિક આર્યન અને અનન્યા પાંડે મિસ ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં ધમાકેદાર પરફોર્મન્સ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. જ્યારે, મનીષ પોલ અને ભૂમિ પેડનેકરે આ શોને હોસ્ટ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.