અતીક અહેમદને ગોળી મારનાર વ્યક્તિનો પરિવાર આવ્યો સામે: આપ્યું ચોંકાવનારૂ નિવેદન

Atique Ahemad killed in encounter: માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યાના ત્રણ આરોપીઓમાંથી એક લવલેશ તિવારી(Lovelesh Tiwari)ના ઘરનો પત્તો લાગ્યો છે. તે ક્યોત્રા વિસ્તારનો રહેવાસી…

Atique Ahemad killed in encounter: માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યાના ત્રણ આરોપીઓમાંથી એક લવલેશ તિવારી(Lovelesh Tiwari)ના ઘરનો પત્તો લાગ્યો છે. તે ક્યોત્રા વિસ્તારનો રહેવાસી છે. એક ન્યુઝ ચેનલ દ્વારા લવલેશના પિતા યજ્ઞ કુમાર સાથે વાત કરવામાં આવી હતી. તેણે કહ્યું કે, મને ટીવી દ્વારા ખબર પડી કે અતીક અને અશરફને ગોળી મારનારા ત્રણ આરોપીઓમાં તેનો પુત્ર પણ સામેલ હતો.

જયશ્રી રામના નારા સાથે અતીક અને તેના ભાઈ અશરફ પર વરસાવી ગોળીઓ- જાણો કોણ છે આ હત્યારાઓ

તેણે કહ્યું કે અમારે લવલેશ સાથે કોઈ લેવાદેવા નથી. મને ખબર નથી કે તે ક્યારે ઘરે આવે છે, ક્યારે જાય છે. તે 5 થી 6 દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો. યજ્ઞ કુમારે કહ્યું કે, લવલેશ સાથે અમારી વાતચીત વર્ષોથી બંધ છે. તે કોઈ ધંધો કરતો નથી. બસ આખો દિવસ નશો જ કરે છે. તેથી જ ઘરના બધા લોકોએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે.

યજ્ઞ કુમારે કહ્યું, “લવલેશે બે વર્ષ પહેલા ચોકની વચ્ચે એક યુવકને થપ્પડ મારી હતી. જે બાદ તેની સામે કેસ થયો અને તે જેલમાં પણ ગયો હતો.

Atiq Ahmed નું પણ યુપી પોલીસે કર્યું એન્કાઉન્ટર? અતિક થયો ઠાર, જુઓ લાશની હાલત

પિતાએ વધુમાં જણાવતા કહ્યું કે, 12માં અભ્યાસ કર્યા બાદ લવલેશે બીએમાં એડમિશન લીધું હતું. પરંતુ તેમાંથી પણ તે નીકળી ગયો. અમે તેના મિત્રો વિશે પણ કંઈ જાણતા નથી. તે કોની સાથે રહે છે, શું કરે છે તે ઘરના કોઈ સભ્યને ખબર નથી.

શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે, બાહુબલી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસ બંનેને મેડિકલ સારવાર માટે પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી. ત્રણ હુમલાખોરોએ પોલીસ વાહનો પર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો, જેમાં અતીક અને અશરફ બંને માર્યા ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *