શરમ વગરનો ફેનિલ ગ્રીષ્માની હત્યા બાદ પણ ન સુધર્યો, પોલીસને કહ્યુ મારા માટે આ વસ્તુ લઇ આવો, મને ઈચ્છા થાય છે…

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડમાં આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટ ટ્રાયલમાં નિયમિત લાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આજે બુધવારે ફેનિલ ગોયાણીએ બેભાન થઈ જવાનું નાટક કરતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તે બિલકુલ સ્વસ્થ હોવાનું કહ્યું હતું અને લીંબુ પાણી પીવડાવ્યું હતું.

બીજી તરફ ફેનીલ પોતાની માનસિક પરિસ્થિતિ ખરાબ હોય તેવું નાટક કરીને તેને હોસ્પિટલમાં રાખવામાં આવે તેવો નિરર્થક પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ત્યારે તેને જેલભેગો કરવા ફરીથી વાનમાં બેસાડી અત્યારે શરમ વગર બોલ્યો કે મને લાડુ ખાવાની ઈચ્છા થાય છે. ત્યારે હાજર પોલીસ કર્મીઓએ તેને કહ્યું હતું કે ‘તને બધું ખવડાવી દેશું હો’

સુરતના ચકચારી: ગ્રીષ્મા હત્યા કેસના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી ફેનીલને કોર્ટ સુનાવણી માટે સુરત કોર્ટમાં લવાયો હતો જ્યાં તેની સાથે ન થવાનું થઇ જતા લોકો વિચારમાં પડી ગયા છે. આજે કોર્ટ સુનાવણી દરમ્યાન કોર્ટ રૂમમાં જ આરોપી ફેનિલ ગોયાણી ઢળી પડ્યો હતો. આરોપી ફેનીલને 108 થી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેની તબીયત અંગે ડોક્ટર તપાસ કરી રહ્યા છે.

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekaria)ની ફેનિલ ગોયાણી(Fenil Goyani) દ્વારા હત્યા કર્યા કરવામાં આવી હતી. જે જાણીને શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનાર ફેનિલ ગોયાણી સામે કેસમાં મંગળવારનાં રોજ ફરિયાદી ગ્રીષ્માનાં ભાઇની આજે જુબાની લેવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટમાં ફેનિલ ગોયાણી કોર્ટમાં બેહોશ થઇ જતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને તપાસતા તેની હાલત સુધારા પર હોવાની જાણકારી સામે આવી છે.

લ્લેખનીય છે કે આ ઘટનામાં એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટાફેરા કરી ૨૫ થી ૩૦ મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો. ફેનીલે ગ્રીષ્માને પાછળથી પકડી ગળા પર ચપ્પુ મૂકી દેતાં ગ્રીષ્મા મને છોડી દે, મૂકી દે ની બૂમો પાડતી રહી અને ફેનિલ મોટે મોટેથી મને મારવા કોને મોકલેલા તેમ કહીને ચપ્પુથી ગળું કાપી નાંખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *