ફેનીલને બચાવવા બે વકીલ મેદાનમાં: એક વકીલે પાકિસ્તાનીને ખોટી નોટમાં બચાવ્યો છે, બીજા છે કોંગ્રેસી

સુરત કામરેજ ના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ કેસમાં નવો વળાંક આવ્યો છે. આરોપી ફેનીલને કોર્ટમાં હાજર કરાયો હતો. જેના તરફે સુરતના જાણીતા વકીલ એડવોકેટ ઝમીર શેખ અને અજય ગોંડલીયા હાજર થયા હતા. તેઓ ફેનીલ ગોયાણી તરફથી કેસ લડી રહ્યા છે. કોર્ટમાં આજે ચાર્જફ્રેમ થઈ હોવાની માહિતી સામે આવી છે.

ગ્રીષ્મા વેકરીયા તરફથી સ્પેશિયલ સરકારી વકીલ નયન સુખડવાલા દલીલ કરી રહ્યા છે. જ્યારે હવે ગ્રીષ્મા વેકરીયાની કરપીણ હત્યા કરનારો ફેનીલ તેના બે વકીલ મારફત કોર્ટમાં કેસ લડવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલી મુદતમાં ફેનિલ દ્વારા પોતાનો ગુનો કબૂલ નથી, તેવું કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

તેમના વકીલો ની વાત કરીએ તો એડવોકેટ ઝમીર શેખ સુરતના જાણીતા ક્રિમિનલ પ્રેક્ટિસ કરતા વકીલ છે. તેઓ ભૂતકાળમાં ઘણા હાઈપ્રોફાઈલ કેસ લડી ચૂક્યા છે. ભુતકાળમાં તેઓ બોગસ ચલણી નોટો સાથે ઝડપાયેલા પાકિસ્તાનીનો કેસ પણ લડી ચૂક્યા છે અને આરોપીને પાકિસ્તાન જવામાં મદદ પણ કરી હતી. પાકિસ્તાની નાગરિક સજ્જાદ હુસેન બુરહાનુદ્દીન બહોરાને એનઓસી અપાવવામાં આવી હતી. અ સિવાય એક ભાજપ કાર્યકર્તાને ફેક આઈડી થી સી આર પાટીલને બદનામ અને ગાળો આપવાના કેસમાં પણ છોડાવી ચુક્યા છે.

અન્ય વકીલ અજય ગોંડલીયા ની વાત કરીએ તો તે ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલા હતા અને કોંગ્રેસ ના યુવા મોરચામાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. ભૂતકાળમા હાલના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે થયેલી હાથાપાઈ માં પણ આ વકીલ પોતાના કોલેજકાળ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.

આ બંને વકીલો પોતાના અસીલ ફેનિલ ગોયાણી તરફે કેસ લડી રહ્યા છે. ત્યારે ખુલ્લેઆમ થયેલી હત્યાના પુરાવા જગજાહેર હોવા છતાં આ બન્ને વકીલોએ કઈ રીતે આ કેસ હાથમાં લીધો તે અંગે સોશિયલ મીડિયામાં બબાલ મચી છે. અમુક સોશિયલ મીડિયા યુઝર્સ આ બંને વકીલને મૂર્ખ ગણાવી રહ્યા છે. પરંતુ વકીલ પોતાના અસીલને આરોપી તરીકે બચાવે તે તેમનો ધર્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *