ગ્રીષ્મા હત્યાકાંડની સુનાવણી દરમ્યાન ફેનિલ થયો હતો બેભાન- ડોક્ટરના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો

સુરત(ગુજરાત): ગ્રીષ્મા હત્યા કેસના મામલે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી ફેનીલને કોર્ટ સુનાવણી માટે સુરત કોર્ટ(Surat Court)માં લવાયો હતો જ્યાં તેની સાથે…

સુરત(ગુજરાત): ગ્રીષ્મા હત્યા કેસના મામલે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી ફેનીલને કોર્ટ સુનાવણી માટે સુરત કોર્ટ(Surat Court)માં લવાયો હતો જ્યાં તેની સાથે ન થવાનું થઇ જતા લોકો વિચારમાં પડી ગયા છે. આજે કોર્ટ સુનાવણી દરમ્યાન કોર્ટ રૂમમાં જ આરોપી ફેનિલ ગોયાણી(Fenil Goyani) ઢળી પડ્યો હતો. આરોપી ફેનીલને 108 થી હોસ્પીટલ(Hospital)માં લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેની તબીયત અંગે ડોક્ટર તપાસ કરી હતી. હાલ તે અંગે ખુલાસો થયો છે. જેમાં વકીલ નયનભાઈ સુખડવાળા(Nayanbhai Sukhadwala)એ જણાવ્યું કે, આરોપી શારીરિક અને માનસિક રીતે ફીટ છે. તેને સારવાર આપ્યા બાદ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડમાં આજે સુરતના મુખ્ય ન્યાયાધીશ શ્રી વિમલ કે. વ્યાસ સાહેબની કાર્યવાહી શરુ રહી. આજે નજરે જોનાર સુભાષભાઈ તેમજ રાહુલભાઈ ઉકાણીની જુબાની લેવામાં આવી. જેમાં સુભાશભાઈએ જણાવ્યું કે, તેઓ જયારે બચાવવા ગયા કે તરત જ ફેનીલે તેને ચપ્પુ મારી દીધું અને આંતરડા પણ બહાર કાઢી નાખ્યા જેથી તેઓ લોહીલુહાણ થઇ ઓટલા પર બેસી ગયેલા. સુભાશભાઈએ આજે વ્હીલચેરમાં આવી નામદાર કોર્ટમાં પોતાની જુબાની આપી હતી. તેઓ 18 દિવસ સુધી હોસ્પિટલમાં હતા અને તેમણે આરોપીને પણ ઓળખી બતાવ્યો.

આ ઉપરાંત, રાહુલભાઈ ઉકાણીએ જેમણે ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો તેમને બે-ત્રણ સવાલ કરવામાં આવ્યા. તે દરમિયાન, આરોપી ફેનિલ બેહોશ થઇ ગયો હોય તે રીતે પડી ગયો હતો જેથી તાત્કાલિક વ્યાસ સાહેબે એમ્બ્યુલન્સ અને ડોક્ટરને બોલાવવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ ડોકટરો આવી ગયા અને તેને ચકાસવામાં આવ્યો. જેમાં બધા રીપોર્ટ બરાબર આવ્યા છતાં તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો. ત્યાં તપાસ કરતા તે શારીરિક અને માનસિક રીતે પણ બરાબર હતો જેના સર્ટીફીકેટ પણ બતાવવામાં આવ્યું અને ત્યારબાદ તેને નામદાર કોર્ટમાં ફરીવાર રજુ કરવામાં આવ્યો અને ફરી ઇન્સાફી કાર્યવાહી આગળ ધપવામાં આવી.

વકીલ નયનભાઈએ વધુમાં જણાવ્યું કે, જે પોલીસના પીઆઈ સાથે ગયા હતા તે ફેનીલનો મેડીકલ રીપોર્ટ લઈને આવ્યા. જેને નામદાર કોર્ટ સામે રજુ કર્યા. આ ઉપરાંત, તેનો ઓસીજી રીપોર્ટ અને ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલી દવા પણ બતાવી. જેમા ડોકટરે સ્પષ્ટપણે લખ્યું હતું કે, પેશન્ટ જયારે મારી સમક્ષ આવ્યો ત્યારે તે ઈરાદાપૂર્વક આંખ બંધ કરી દેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *