ક્રિકેટમાં આ નિયમ બદલાશે- હવે આઉટ થયેલા ખેલાડી અને રન આઉટ અંગે લેવાય રહ્યો છે મોટો નિર્ણય

આમ તો જોવા જઈએ તો ક્રિકેટ એક વિદેશી રમત છે, વર્ષો પેહલા જ્યારે ભારત પર બ્રિટીશરો નું રાજ હતું ત્યારે આ રમતની શરૂઆત ભારતમાં થઇ…

આમ તો જોવા જઈએ તો ક્રિકેટ એક વિદેશી રમત છે, વર્ષો પેહલા જ્યારે ભારત પર બ્રિટીશરો નું રાજ હતું ત્યારે આ રમતની શરૂઆત ભારતમાં થઇ હતી. એ બાદમાં તો આમીરખાન નું પિક્ચર લગાન પણ આવી ચુક્યું છે. છેલ્લા અઢી દાયકાથી ભારતમાં ક્રિકેટ રસિકોનું પ્રમાણ અને ક્રિકેટ પ્રેમીઓની સંખ્યામાં ઉતરોઉંતર વધારો જોવા મળ્યો છે. આ રમત ભલે વિદેશી છે પણ આજે દુનિયામાં ભારત નો દબદબો જોવા મળે છે.

કોઈપણ રમત હોય તેના અમુક ચોક્કસ નિયમો અને રીતભાત હોય છે,રમતો રમવાના સાધનો પણ અલગ હોય છે.આવી રીતે ક્રિકેટ પણ અમુક ચોક્કસ નિયમો ને આધીન રમવાની હોય છે.આપને જણાવી દઈએ કે, 1 ઓક્ટોબરથી ક્રિકેટના કેટલાક નિયમો બદલાઈ શકે છે.

ક્રિકેટ કાયદાઓની સંરક્ષક સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ(MCC)એ ક્રિકેટના નિયમોમાં અનેક સંશોધન કર્યા છે. આધુનિક ક્રિકેટને વધુ સારી બનાવવા અને તેમાં પારદર્શિતા લાવવાનો નિર્ણય કર્યો છે.ક્રિકેટ ક્લબે બુધવારે નિયમોમાં સુધારા માટે સૂચનો રજૂ કર્યા છે. મેરિલબોન ક્રિકેટ ક્લબ(MCC) અનુસાર આ તમામ નિયમો ઓક્ટોબર 2022થી લાગુ થશે.

તમે ઘણીવાર જોતા હસો ચાલુ મેચ દરમિયાન બોલર ઘણી વાર બોલ પર થૂક લાગવતો જોવા મળે છે ,જેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પેહલા આ પ્રતિબંધ કોરોના કારણે લાવવમાં આવ્યો હતો જે હવે યથાવત રહેશે.હવે ક્રિકેટ બોલ પર થૂંક લગાવવાના નિયમ પર હંમેશા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે કેચને લઇને પણ નિયમો બદલ્યાં છે.

જો હવે કોઈ કેચ થાય છે, અને ત્યારબાદ જે પણ નવો બેટર ક્રીજ પર આવશે તે બેટીંગ કરશે. પહેલા એવો નિયમ હતો કે જો બેટર કેચ દરમ્યાન ચેન્જ થાય તો જૂનો બેટર પણ બેટિંગ કરી શકતો હતો. જો મેદાનમાં કોઈ વ્યક્તિ અથવા પ્રાણી એન્ટ્રી કરે છે તો તેને ડેડ બોલ જાહેર કરવામાં આવશે. જ્યારે ખેલ પર કોઈ વસ્તુની અસર પડશે ત્યારે આવુ કરવામાં આવશે. પહેલા આવુ કરવાથી રમત રોકી દેવામાં આવતી હતી અથવા પછી તેને થોડા સમય માટે રોકી દેવામાં આવતી હતી.પરંતુ હવે નવા નિયમો અનુસારજ રમાશે.

નવા નિયમો માં આ નિયમ પણ તદન નવો છે, ફિલ્ડીંગ ટીમનું કોઈપણ સભ્ય ખોટી રીતે મૂવમેન્ટ કરે તો પેનલ્ટી તરીકે બેટિંગ સાઈડ ટીમને 5 રન આપવમાં આવશે. પહેલા આ મામલે ડેડ બોલ કરાર આપવામાં આવતો હતો. જો બેટર સારો શોટ મારે તો તેના રન ગણવામાં આવતા નહોતા.

નવા નિયમ માં માંકડિંગ નો સમાવેશ પણ થાય છે,સૌ પ્રથમ તો માંકડિંગ એટલે શું ? ચાલો જણાવીએ તમને બોલર બોલિંગ કરે તે પહેલા બેટ્સમેન ક્રીજ પરથી બહાર નીકળી જાય અને બોલર સ્ટમ્પ્સ પર બોલ ફેંકીને બેટ્સમેનને આઉટ કરે તો તેને માંકડિંગ કહેવામાં આવે છે. પૂર્વ ભારતીય સ્પિનર વીનૂ માંકડના નામ પરથી આ પ્રોસેસને માંકડિંગ કહેવામાં આવે છે. વીનૂ માંકડે વર્ષ 1947માં આ માંકડિંગથી ઓસ્ટ્રેલિયાના બિલ બ્રાઉનને આઉટ કર્યો હતો.માંકડિંગને સત્તાવાર રનઆઉટ તરીકે ગણવામાં આવશે.

નવા નિયમો માં આ નિયમ પણ છે કે, કોઈપણ ખેલાડી આઉટ થયા પછી, ફક્ત નવા ખેલાડી જે મેદાનમાં આવશે તે જ સ્ટ્રાઈક લેશે. આમ ક્રિકેટ શોખીનોએ હજુ ભવિષ્યમાં પણ નવા નિયમો આવે તો જાણવા જરૂરી બનશે તોજ અસલી મજા ક્રિકેટની લઇ શકશો.

હવે તે આઈસીસી અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડ પર નિર્ભર છે કે તેઓ આ નિયમોને જેમ છે તેમ અમલમાં મૂકે કે નજીવા ફેરફારો કરીને તેનો અમલ કરે.સામાન્ય રીતે એમસીસીના નિયમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જેમ છે તેમ લાગુ કરવામાં આવે છે.ક્રિકેટના નિયમોમાં ફેરફાર લગભગ નિશ્ચિત છે.અને (MCC) અનુસાર આ તમામ નિયમો ઓક્ટોબર 2022થી લાગુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *