ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

રસોડામાં સાથે રહેતો આ મસાલો તમારી માટે બની શકે છે ભગવાના ચમત્કાર સ્વરૂપ

સામાન્યતઃ વરીયાળીનો ઉપયોગ આપણે દરેક ઘરમાં મુખવાસ તરીકે થાય છે અને શરબત તરીકે પણ કરીએ છીએ. વરીયાળી ખાવાથી મોંમાંથી દુર્ગંધ દૂર થાય છે અને સ્વાદમાં પણ સુધારો આવે છે. સાથે-સાથે વરીયાળી શરીરને લાભ પણ આપે છે. વરીયાળીને મસાલાનો રાજા કહેવામાં આવે છે. વરીયાળીનું સેવન શરીરમાંથી નાની મોટી બીમારીઓ દૂર થવાનું કારણ બને છે. વરીયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિષે જાણીએ.

પેટને લગતી તકલીફો દૂર કરવી હોય તો વરીયાળીનો પાવડર પીસી લેવો અને રોજ સવારે પાણી સાથે તેનું સેવન કરવું. જેનાથી કબજિયાત, એસિડીટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. જો ભૂખ વધારે લાગતી હોય અને ઓવર ઈટિંગ થતું હોય તો વરીયાળીના પાવડરને દહીંમાં ઉમેરી દિવસમાં ત્રણવાર ખાવું. જેનાથી આ તકલીફમાં પણ સુધારો આવશે.

જો તમને અપચાની તકલીફ રહેતી હોય તો વરીયાળી તમારા માટે સારી રહશે. અપચાની તકલીફ રહેતી હોય તો વરીયાળીને પાણીમાં ઉકાળી ગાળી લો. આ પાણીને હુંફાળુ હોય ત્યારે પી લેવું. ઉનાળામાં વરીયાળીને પીસી તેનો લેપ બનાવી માથા પર લગાવવાથી શરીરની ગરમી દૂર થાય છે.

ઉલટી, ઉબકા જેવી તકલીફ રહેતી હોય તેમના માટે પણ વરીયાળી ઉત્તમ દવા છે. તેના માટે વરીયાળીના પાનનો રસ પાણીમાં ઉમેરી દર્દીને આપવો. જેનાથી તેમને રાહત મળે. તદઉપરાંત રોજની રસોઈમાં પણ તમે વરીયાળીનો ઉપયોગ કરી શકો છો. વારંવાર થતી શરદીની તકલીફ દૂર કરવી હોય તો વરીયાળી અને લવિંગનો ઉકાળો બનાવી પીવો.

જે વ્યક્તિને ધૂમ્રપાનની આદત હોય તેમણે પણ વરીયાળીનું સેવન કરવું જોઈએ. વરીયાળીમાં ઘી નાખી પીવાથી ધૂમ્રપાનની તલબ દૂર થાય છે. વરીયાળી અને સાકરને સમાન માત્રામાં ઉમેરી તેનું ચૂર્ણ બનાવો અને રોજ આ ચૂર્ણનું સેવન સવારે અને રાત્રે કરવું. આ ચૂર્ણથી યાદશક્તિમાં પણ વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.