આજકાલ હત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે આ દરમિયાન થોડા દિવસ પહેલા જ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રાયસિંગપુરા ગામમાં લગ્ન પહેલા જ યુવતીની ઘાતકી હત્યાની ચકચારી ઘટના બની હતી. જોકે, માત્ર ગણતરીના કલાકોમાં જ એલસીબી પોલીસ દ્વારા યુવતીની હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. યુવતીની હત્યા તેના જ મંગેતરે કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. એલસીબી દ્વારા આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, ગોધરાના રાયસિંગપુરાની 19 વર્ષીય ભૂમિકાના લગ્ન નજીકના મહાદેવીયા ગામે રહેતા જનક સાથે થયા હતા. બંને પરિવારો દ્વારા સામાજિક રીત રિવાજ મુજબ 6મે ના રોજ ભેગા થઈ ભૂમિકા અને જનકના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. નક્કી થયા મુજબ આગામી 23 મેના રોજ ભૂમિકા અને જનકના લગ્ન થવાના હતા.
લગ્ન તારીખ નક્કી કરી તે વખતે બંને પરિવારો અને સ્વજનોએ સાથે ભોજન કર્યું હતું. ઉપરાંત લગ્ન નક્કી થવાની આખરી મહોરરૂપે બંનેના પરિવારોએ લગ્ન પડીકું પણ છાપી દીધું. આ દરમિયાન લગ્ન નક્કી થયા એ જ રાત્રે ભૂમિકાની તેના ઘર પાછળના ખેતરમાંથી કરપીણ રીતે હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ભૂમિકાના પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો.
ભૂમિકાની હત્યા થતા વેજલપુર પોલીસની સાથે-સાથે ગોધરા એલસીબી પોલીસ દ્વારા પણ તપાસની કમાન સંભાળવામાં આવી હતી. આ દરમિયાન એલસીબીને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, ભૂમિકાની હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ તેના મંગેતર જનક દ્વારા જ કરવામાં આવી હતી.
ભૂમિકાની હત્યામાં મંગેતર જનકનું નામ સામે આવતા જ બંને પરિવારો પર જાણે આભ ફાટી પડ્યું હતું. જનકના પરિવારમાં તે એકનો એક જ પુત્ર હતો જેના લગ્ન તો ન થયા પરંતુ હાલ હત્યાના ગુનામાં પોલીસ કસ્ટડીમાં જવાની સ્થિતિ ઉભી થતાં માતા-પિતાના તમામ સ્વપ્ન રોળાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ભૂમિકા રાઠોડ દ્વારા લગ્ન પહેલા તેના મંગેતર પાસે સોનાના દાગીના, મોબાઈલ ફોન વગેરે ચીજવસ્તુઓની માંગણી કરવામાં આવી હતી. યુવતીની માંગણીઓથી બંને વચ્ચે શાબ્દીક બબાલ ચાલતી હતી. યુવતીની માંગણીઓથી મંગેતર કંટાળ્યો હતો. ત્યારે લગ્નનું પડીકું લખવાના દિવસે જ મંગેતર જનક ચપ્પુ લઈને બાઈક ઉપર રાયસિંગપુરા ગામે પહોંચ્યો હતો.
રાયસિંગપુરા પહોંચીને જનકે યુવતીને ખેતરમાં બોલાવી હતી અને યુવતીને સમજાવટ કરી હતી. આ દરમિયાન જનકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો જેથી મામલો બગડ્યો હતો. યુવતીએ શારીરિક સંબંધ નહીં બાંધવા દેતા જનકે આવેશમાં આવીને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી હતી.
જાણવા મળ્યું છે કે, ગોધરા તાલુકાના રાયસિંગપુરા મહાદેવ ફળીયામાં રહેતી 19 વર્ષીય ભૂમિકા રાઠોડ ગુરૂવારે રાત્રે પોતાના ઘરે હતી. આ દરમિયાન મોડી રાત્રે તે ફોન ઉપર વાત કરી હતી ત્યારે તેનો ભાઈ પૃથ્વીરાજસિંહ નોકરી ઉપરથી ઘરે આવ્યો હતો. પૃથ્વીરાજે પોતાનો નિત્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેની બહેનની તપાસ કરતાં ભૂમિકા ઘરમાં ન મળતા તરત જ શોધખોળ શરુ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ભૂમિકા પાસેના મોબાઈલ ફોનનું માત્ર કવર અને બેટરી જ મળી આવી છે. આમ હત્યારા દ્વારા મોબાઈલ ફોન પણ લઈ જવામાં આવ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. વેજલપુર પોલીસ દ્વારા અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ અને એફ એસ એલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જે ઘરમાંથી પંદર દિવસ બાદ જ ડોલી ઉઠવાની હતી એ ઘરમાંથી અર્થી ઉઠી છે. જાણવા મળ્યું છે કે, રાયસિંગપુરા ગામની ભૂમિકા રાઠોડના પિતા અને તેના કાકા સાથે જમીનમાં રસ્તા મુદ્દે ઝગડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે કાકાનું સારવાર દરમિયાન 15 દિવસ પછી મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે વેજલપુર પોલીસ મથક દ્વારા ગુનો નોંધાયો હતો અને હત્યારાને સજા પણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.