અચનાક ઓઇલ ડેપોમાં ભભૂકી ઉઠી ભીષણ આગ: 17 લોકોના મોત -જુઓ ઘટનાના ખોફનાક વિડીયો

Indonesia (ઈન્ડોનેશિયા): ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા (Jakarta) માં એક ઓઈલ ડેપો (Oil depot) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ખતરનાક રીતે આગળ વધી રહી છે કે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આગની ઉંચી જ્વાળાઓ અને ધુમાડાના વાદળોને કારણે હોબાળો મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાના અહેવાલ છે.

હજુ સુધી 52 ફાયર ટેન્ડર આગ પર કાબુ મેળવી શક્યા નથી. 50થી વધુ સળગેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક લોકોની હાલત ગંભીર બની છે. અત્યારે આગમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે જકાર્તામાં ફ્યુઅલ સ્ટોરેજ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતાં ત્યાં રહેતા હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવા પડ્યા હતા. આ આગ ખુબજ ભીષણ હતી.

રાજ્યની તેલ અને ગેસ કંપની પર્ટામિના દ્વારા સંચાલિત બળતણ સંગ્રહ ડેપો, ઉત્તર જકાર્તાના તનાહ મેરાહ વિસ્તારમાં ગીચ વસ્તીવાળા વિસ્તારની નજીક સ્થિત છે. તે ઇન્ડોનેશિયાની ઇંધણની 25 ટકા જરૂરિયાતો પૂરી પાડે છે. ઓછામાં ઓછા 260 અગ્નિશામકો અને 52 ફાયર ટેન્ડર આસપાસના વિસ્તારમાં આગ ઓલવવા માટે કામ કરી રહ્યા છે, એમ ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું.

જકાર્તા ફાયર એન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટના વડા એસ ગુનાવાને જણાવ્યું હતું કે, ઘટનાસ્થળની નજીક રહેતા લોકોને હજુ પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ગામના હોલ અને મસ્જિદમાં લઈ જવામાં આવી રહ્યા છે. આગને કારણે અનેક વિસ્ફોટો થયા અને આગ ઝડપથી ઘરોમાં ફેલાઈ ગઈ, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બે બાળકો સહિત ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *