ગુજરાતના આ શહેરમાં એકસાથે 10 ગોડાઉન બળીને ખાક, બે લોકો જીવતા સળગ્યા ત્યારે આટલા લોકો ગંભીર

ગુજરાત રાજ્યના વલસાડના વાપી વિસ્તારમાં આજે સવારે 10 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. આ પહેલા પણ ગુજરાતના વલસાડમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં અચાનક વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને 2 લોકો ઘાયલ થયા હતા.

આજે સવારે 10 ભંગારના ગોડાઉનમાં લાગેલી આગનું હજુ કોઈ પણ કારણ સામે અવાયું નથી. ઘટનાની જાણ ફાયર એન્જિનને કરવામાં આવી હતી અને જાણ થતાની સાથેજ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે અવી પહોચી હતી અને આગને કાબુમાં લેવાની પ્રયાસ હાથ ધર્યો હતો.

ઘટનાની જાણ પોલીસને થતાની સાથેજ તરત ઘટના સ્થળે આવી પહોચી હતી. હજુ સુધી જાણવા મળ્યું નથી કે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ છે કે નહી. ગુજરાત રાજ્યના વલસાડ શહેરમાં થોડા દિવસ પહેલા તારીખ 28 ફેબ્રુઆરી ના રોજ આવીજ એક ઘટના બની હતી. ગુજરાતના વલસાડ જિલ્લામાં એક ફાર્મા કંપનીમાં આગ લાગતા બે કામદારોના મોત થયા હતા અને બે કામદારો ઘાયલ થયા હતા.

અન્ય કેટલાલ મજૂરો ફસાયા હતા. આ ઘટના ઉમરગામ તાલુકાના GIDC સરીગામ કેમિકલ ઝોનમાં આવેલી વાન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં બની હતી. સોમવારે રાત્રે આગ લાગવાને કારણે અચાનક થયેલા વિસ્ફોટમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે આ ઘટના બની હતી.

અકસ્માત અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારી રાહુલ મુરારીએ જણાવ્યું કે આ ઘટનામાં બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ફોન પર આગની માહિતી મેળવી હતી. પરંતુ જ્યારે તે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ સુરક્ષાકર્મી હાજર નહોતો. તે આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરી શક્યો ન હતો, કારણ કે તેને ખબર ન હતી કે ફેક્ટરીમાં આગનું કારણ કયું કેમિકલ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *