FIFA WORLD CUP: આર્જેન્ટીનાને હરાવ્યા બાદ સાઉદી અરેબિયાના તમામ ખેલાડીઓને મળશે કરોડોની રોલ્સ રોય્સ

Published on: 7:24 pm, Sat, 26 November 22

FIFA WORLD CUP 2022: આર્જેન્ટીના ને હરાવ્યા બાદ સાઉદી અરબમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે. આ જીતને ત્રણ દિવસ થઇ ગયા, છતાં પણ ત્યાના લોકો હજુ સુધી જીતની ખુશી ઉજવી રહ્યા છે. મંગળવાર (22 નવેમ્બર)ની જીત પછી સાઉદી અરબની સરકારે બીજા દિવસે બુધવારે સરકારી રજાનું એલાન કરી દીધું હતું. ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે, આ બધા જ ખેલાડીઓને સાઉદી અરબના રાજકુમાર મોહમ્મદ બિન સલામ અલ સાઊદે કરોડોની રોલ્સ રોય્સ કાર ભેટમાં આપશે. આ જાહેરાત કરતા જ દુનિયાભરમાં હાહાકાર મચી ગયો હતો.

મોહમ્મદ બિન સલામ અલ સાઊદે એ વાતની પણ ઘોષણા કરી છે કે, બધા જ ખેલાડીઓને રોલ્સ રોય્સ ફેન્ટમ કારથી સન્માનિત કરવામાં આવશે. સાઉદી અરબની ટીમે દક્ષીણ અમેરિકી ટીમ આર્જેન્ટીનાને 2-1થી હરાવ્યું હતું. સાઉદી અરબની ટીમ હાફ-ટાઈમ સુધીમાં ઝીરો ગોલ સાથે 1-0 સુધી પહોચ્યા હતા, પરંતુ બીજા હાફમાં સાઉદી અરબે ધમાકેદાર રીતે રમ્યા હતા અને મેચ તેમના નામે કરી હતી.

ભારતમાં રોલ્સ રોય્સ ફેન્ટમની કિંમત 8.99 કરોડથી શરુ થઇને 10.48 કરોડ સુધીની છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આર્જેન્ટીના સતત ૩૬ મેચો જીતતું આવ્યું હતું. પરંતુ ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું કે, સાઉદી અરબે આર્જેન્ટીનાની 36 મેચોની સતત જીતને રોકી દીધું હતું. દુનિયાની 51 નંબરની ટીમ સાઉદી અરબે એક મહત્વપૂર્ણ જીત નોઈ સાથે ફીફા વિશ્વ કપ ૨૦૨૨ની શરૂઆત કરી છે.

આર્જેન્ટીનાના સૌથી સારા ખિલાડી લીયોનલ મેસીએ એક ગોલ કર્યો હતો. લીયોનલ મેસીએ 10મી મીનીટે આ ગોલ કર્યો અને તેની ટીમને 1-0 સુધી પહોચાડી દીધી હતી. મેસીનો ફીફા વિશ્વ કપમાં સાતમો ગોલ હતો. પરંતુ તેના પાંચ મિનીટ પછી જ સાઉદી અરબે વાપસી કરી અને 48મી અને 53મી મીનીટે સલેમ અલડાવસારીએ ગોલ કર્યો હતો. તે પછી બે માંથી એક પણ ટીમ ગોલ કરી શકી નોહતી.

અંતે થોડાક સમયમાં જ સાઉદી અરબના ગોલકીપર એમ.અલ.ઓવૈસે ઘણા ગોલ બચાવ્યા હતા. આર્જેન્ટીનાની ટીમે શરૂઆતની અમુક મીનીટોમાં ત્રણ ગોલ કર્યા હતા, પરંતુ તે બધા ઓફસાઇડ રહ્યા હતા. આ હારની સાથે જ આર્જેન્ટીનાની સતત 36 મેચોની જીતનો ક્રમ તુટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "FIFA WORLD CUP: આર્જેન્ટીનાને હરાવ્યા બાદ સાઉદી અરેબિયાના તમામ ખેલાડીઓને મળશે કરોડોની રોલ્સ રોય્સ"

Leave a comment

Your email address will not be published.


*