લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ રહેશે. લોકડાઉન ૫.૦ : અમદાવાદ, સુરત સહિત ૧૧ શહેરો પર કેન્દ્રીત રહેશે. ધાર્મિક સ્થળો, જીમને છૂટ મળશે. નવી દિલ્હી : લોકડાઉનના પાંચમા તબકકાની તેયારી, કોરોના પ્રભાવિત ૧૧ શહેરોને બાદ કરતા બાકીના શહેરોમાં છૂટ લંબાવાશે.
પાંચમુ ચરણ દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પૂણે, થાણે, ઇન્દોર, ચેન્નઇ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા પૂરતુ સિમીત રહેશે. આ શહેરોમાં દેશના કુલ કેસના ૭૦ ટકા કેસ છે : લોકડાઉનના પાંચમા તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ મળશે. પરંતુ નિયમો અને શરતો રહેશે. કોઇ મહોત્સવની મંજૂરી નહીં અપાય. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અનિવાર્ય બનશે.
લોકડાઉન ૫.૦ દરમિયાન બધા ઝોનમાં સલૂન અને જીમ ખોલવાની મંજૂરી મળશે પરંતુ માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતા. જો કે આ ચરણમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ખોલવાની મંજૂરી નહીં અપાય. સાથોસાથ મોલ અને મલ્ટીપ્લેક્ષ પણ બંધ રહેશે. લોકડાઉન ૫.૦ માં લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુ લોકો સામેલ થઇ શકશે તેવી મંજૂરી અપાશે. લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ રહેશે.
લોકડાઉન ચાર ની માર્ગદર્શિકામાં સલૂન્સને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવ્યા પછી, હવે કન્ટેન્ટ ઝોન સિવાયના તમામ ઝોનમાં જીમ પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
જો કે શાળાઓ અનેક કોલેજો સહિત કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આગામી દિવસોમાં મોલ અને સિનેમા હોલ પણ બંધ રહેવાની સંભાવના છે.
લગ્ન અને અંતિમવિધિમાં અતિથિઓની મર્યાદિત સંખ્યા ની છુટછાટ મળશે.
કર્ણાટક સરકારે પીએમ મોદીને 1 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ફરીથી ખોલવા વિનંતી કરી છે અને પીએમઓને પત્ર લખ્યો છે.
કેન્દ્ર દ્વારા અગાઉ 30 મહાનગરપાલિકા વિસ્તારોની સૂચિ તૈયાર કરી હતી, જે દેશના કુલ કોરોનાવાયરસ કેસોના 80 ટકા જેટલા હોવાનું જણાવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news